બોટાદ આદર્શ સ્કૂલ ખાતે ટ્રાફીક અવરનેસ કાર્યક્રમ યોજાયો - At This Time

બોટાદ આદર્શ સ્કૂલ ખાતે ટ્રાફીક અવરનેસ કાર્યક્રમ યોજાયો


ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ

બોટાદ જિલ્લા પોલીસ અધીક્ષક ડૅા. કરનરાજ વાઘેલા સાહેબની સુચના તથા માર્ગદર્શન અનુસાર બોટાદ જિલ્લામાં વધતા જતા માર્ગ અકસ્માત નિવારવા તથા શાળાના બાળકોને ટ્રાફિકના નિયમોની જાણકારી મળી રહે તે માટે તા.૧૫/૦૭/૨૦૨૨ ના રોજ હડદડ ગામની શ્રી આદર્શ માધ્યમિક શાળાના વિદ્યાર્થિઓ ટ્રાફિકના નિયમો અંગે જાગૃત થાય તે માટે ક.૧૧/૦૦ વાગ્યા થી ક.૧૨/૩૦ વાગ્યા સુધી “ ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ ” નું આયોજન કરવામાં આવ્યું હતુ.

આ કાર્યક્રમ બોટાદ જીલ્લા ટ્રાફિક શાખા અને એ.આર.ટી.ઓ. કચેરીના સંયુકત ઉપક્રમે યોજવામાં આવેલ હતો.આ કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય અને ટ્રાફિક અવેરનેસ પ્રાર્થનાથી કરવામાં આવી ત્યારબાદ ટ્રાફિક અવેરનેસ શોર્ટ ફીલ્મ બતાવવામાં આવી જેમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવાથી થતા ફાયદા અને પાલન ન કરવાથી થતા ગંભીર માર્ગ અકસ્માતની સમજ કરવામાં આવી.

આ કાર્યક્રમમાં ટ્રાફિક શાખાના પી.એસ.આઇ. શ્રી આઇ.બી.જાડેજા તથા એ.આર.ટી.ઓ. કચેરીના ઇન્સપેકટર શ્રી શ્રી જે.એસ.રાઠોડ અને ટ્રાફિક બ્રિગેડ બકુલભાઇ સોસા દ્વારા વક્તવ્ય આપી ટ્રાફિકના નિયમોની સમજ કરવામાં આવેલ અને ટ્રાફિકના નિયમોને પાલન કરવા માટે સપથ લેવડાવવામાં આવેલ અને ટ્રાફિક જાગૃતિ અંગેના પેમ્ફલેટ્સનું વિતરણ કરવામાં આવેલ હતુ.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રાફિક શાખા,બોટાદ તથા એ.આર.ટી.ઓ. કચેરીના ઇન્સપેકટર શ્રી રાઠોડ સાહેબ,શાળા સંચાલક તથા ટ્રસ્ટી શ્રી એમ.આઇ.માળી અને આચાર્ય શ્રી સંજયભાઇ ધાંધલ ટ્રાફિક શાખાના કર્મચારીઓ હાજર રહેલ અને આશરે ૪૦૦ વિદ્યાર્થિઓએ ટ્રાફિક અંગેનું માર્ગદર્શન મેળવ્યુ હતુ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.