વડોદરા શહેર જિલ્લાના 2589 મતદાન મથકો ખાતે રવિવારે મતદારો માટે ખાસ ઝુંબેશ - At This Time

વડોદરા શહેર જિલ્લાના 2589 મતદાન મથકો ખાતે રવિવારે મતદારો માટે ખાસ ઝુંબેશ


વડોદરા, તા. 20 ઓગસ્ટ 2022 શનિવારવડોદરા જિલ્લામાં તા.01.10.2022 ની લાયકાતની તારીખ સંદર્ભે મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધા૨ણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ચુંટણી પંચ ધ્વારા આપવામાં આવેલ કાર્યક્રમ અનુસાર હક્ક દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવાનો સમયગાળો તા.11.09.2022 નિયત ક૨વામાં આવ્યો છે.વડોદરા જિલ્લામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મત વિભાગોમાં તા.12.08.2022 થી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાના કાર્યક્રમ શરૂ થયો છે.વડોદરા શહેર જિલ્લામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતવિસ્તારમાં આવતીકાલ તા.21.08.2022 ૨વિવારના રોજ ખાસ ઝુંબેશના ભાગરૂપે વડોદરા શહેરના 1267 અને ગ્રામ્ય વિસ્તારના 1322 સહિત કુલ 2589 મતદાન મથકો ખાતે નિમાયેલ બુથ લેવલ ઓફીસર દ્વારા સવારે 10.00 ક્લાકથી સાંજે 05:00 કલાક સુધી મતદાર યાદીમાં નામ નોંધણી, કોઈપણ પ્રકારના સુધારા વધારા કરવા, આધાર લીંક, હક્ક દાવા અને વાંધા અરજીઓ સ્વીકારવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.