બાંગ્લાદેશના PM શેખ હસીના ભારતના પ્રવાસે આવશે, જાણો કયા મુદ્દા પર થશે ચર્ચા - At This Time

બાંગ્લાદેશના PM શેખ હસીના ભારતના પ્રવાસે આવશે, જાણો કયા મુદ્દા પર થશે ચર્ચા


- આ અગાઉ શેખ હસીના 2019માં ભારતના પ્રવાસે આવ્યા હતાનવી દિલ્હી, તા. 20 ઓગષ્ટ 2022, શનિવારભારત અને બાંગ્લાદેશ વચ્ચે સપ્ટેમ્બરમાં વેપાર, કનેક્ટિવિટી અને સુરક્ષા જેવા મુદ્દાઓ પર મોટી ચર્ચા થવાની અપેક્ષા છે. મળતી માહિતી પ્રમાણે બાંગ્લાદેશના PM શેખ હસીના ભારતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ સપ્ટેમ્બરમાં ભારત આવી શકે છે. ગુરૂવારે જ હસીનાએ બાંગ્લાદેશમાં રહી રહેલા હિંદુ સમુદાયના અધિકારોની વાત કરી હતી. તેમણે અન્ય ધર્મના લોકોને અપીલ કરી કે તેઓ પોતાને લઘુમતી ન ગણે.એક રિપોર્ટ પ્રમાણે બાંગ્લાદેશના પીએમ હસીના 5 સપ્ટેમ્બરના રોજ ભારતના પ્રવાસે આવી શકે છે. સૂત્રોના હવાલે સુરક્ષા અધિકારીઓ અને ઢાકાની ટીમ સહિત વિદેશ મંત્રાલય આ મુલાકાતને લઈને ભારત સાથે ચર્ચા કરી રહ્યું છે. તેઓ 8 સપ્ટેમ્બર સુધી ભારતમાં રહેશે.4 દિવસના પ્રવાસ દરમિયાન તેઓ પીએમ નરેન્દ્ર મોદી અને અન્ય ભારતીય નેતાઓ સાથે મુલાકાત કરી શકે છે. આ ઉપરાંત તેઓ જયપુર અને અજમેર શરીફની યાત્રા પણ કરી શકે છે. 8 સપ્ટેમ્બરના રોજ તેઓ ઢાંકા પરત ફરી શકે છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે પીએમ મોદી પીએમ શેખ હસીના સાથે સંયુક્ત રૂપે વર્ચ્યુલી 'સ્વાધીનતા સડક'નું ઉદ્ધાટન કરી શકે છે. 6 સપ્ટેમ્બરના રોજ  દ્વિપક્ષીય મંત્રણા દરમિયાન બંને દેશો વચ્ચે વેપાર, કનેક્ટિવિટી અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા થવાની સંભાવના છે. આ ઉપરાંત સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારત અને બાંગ્લાદેશ સરહદ વ્યવસ્થાપન, વિકાસ સહયોગ પર પણ વાતચીત કરી શકે છે.શેખ હસીના કોરોના મહામારી શરૂ થયા બાદ પ્રથમ વખત ભારતના પ્રવાસે આવી રહ્યા છે. આ અગાઉ તેઓ 2019માં ભારતના પ્રવાસે આવ્યા હતા. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.