ભુવાબાર ગામે આજે લગ્નપ્રસંગમાં અચાનક જોરદાર પવન ફૂંકાતા મંડપ ધરાસાઈ 5 થી 6 લોકોને સામાન્ય ઇજાઓ - At This Time

ભુવાબાર ગામે આજે લગ્નપ્રસંગમાં અચાનક જોરદાર પવન ફૂંકાતા મંડપ ધરાસાઈ 5 થી 6 લોકોને સામાન્ય ઇજાઓ


મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ભુવાબાર ગામ ખાતે આજરોજ લગ્નપ્રસંગમાં મંડપ ધરાસાઈ થવાની ઘટના સર્જાઈ હતી.પ્રાથમિક માહિતી અનુસાર, ભુવાબાર ગામે આજે લગ્ન યોજાઈ રહ્યા હતા. જ્યાં ખાનપુર તાલુકાના મોર તળાવ ગામની જાન આવી હતી. ત્યારે અચાનક જોરદાર પવન ફૂંકાતા વંટોળ આવ્યું હતું. જેમાં લગ્નનો મંડપ ઉડ્યો હતો.લગ્ન પ્રસંગમાં અંદાજીત 100 થી વધુ લોકો હાજર હતા, તે દરમિયાન વંટોળમાં મંડપ ઉડતા ભારે નાસભાગ મચી હતી અને એકાએક મંડપના ફાલ અને તેના રોપેલાં થાંભલા ઉડ્યા હતા. જેમાં ત્યાં હાજર લોકોને ઇજાઓ પહોંચી હતી.હાલ મળી રહેલી પ્રાથમિક માહિત અનુસાર એક 65 વર્ષીય વયોવૃદ્ધને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમને સારવાર અર્થે લુણાવાડા જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે ચારથી પાંચ લોકોને ઓછી વત્તી ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત વૃદ્ધને લુણાવાડા હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે રીફર કરવામાં આવ્યા હતા.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.