ધોરણ-૧૦ની પરીક્ષામાં ગીર સોમનાથ જિલ્લાનું સરેરાશ પરિણામ ૬૨.૦૧% - At This Time

ધોરણ-૧૦ની પરીક્ષામાં ગીર સોમનાથ જિલ્લાનું સરેરાશ પરિણામ ૬૨.૦૧%


ગીર સોમનાથ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત તારીખ ૧૪મી માર્ચથી ૨૮મી માર્ચ ૨૦૨૩ દરમિયાન વિવિધ શાળા કેન્દ્ર પર ધોરણ- ૧૦(SSC)ની જાહેર પરીક્ષાઓ યોજાઈ હતી. જે પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. જે અન્વયે ગીર સોમનાથમાં ૧૩૬૮૯ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાંથી કુલ ૮૪૮૯ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. આમ ગીર સોમનાથનું સરેરાશ પરિણામ ૬૨.૦૧% નોંધાયું છે. પરીક્ષામાં ઉતીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી તેમજ આચાર્ય અને શિક્ષકોએ શુભેચ્છા પાઠવી હતી.

આ પરિણામમાં ૬૭ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો હતો જ્યારે ૮૦૯ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે ૧૬૯૯ અને ૨૪૦૧ વિદ્યાર્થીઓએ અનુક્રમે B1 અને B2 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે જ્યારે ૨૪૧૭ વિદ્યાર્થીઓએ C1 અને ૧૦૪૮ વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ મેળવ્યો છે. જિલ્લાનું સૌથી વધુ પરિણામ આજોઠા કેન્દ્રનું ૮૬.૯૨% અને સૌથી ઓછું પરિણામ દેલવાડા કેન્દ્રનું ૧૮.૮૫% નોંધાયું છે.

નોંધનીય છે કે, શાળા કેન્દ્રની સુચારૂ વ્યવસ્થા જળવાય તે માટે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરશ્રીએ ક્લાસ-1 અને ક્લાસ-2 અધિકારીઓની પણ નિમણૂક કરી હતી. બોર્ડ કક્ષાના વિષયોમાં નિયમિત પરીક્ષાર્થીઓની પરીક્ષા પદ્ધતિ મુજબ ૮૦ ગુણનું પ્રશ્નપત્ર અને શાળાકીય આંતરિક મૂલ્યાંકનના ૨૦ ગુણ મુજબ પરીક્ષા યોજવામાં આવેલ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.