મેલેરીયા,ડેન્ગ્યુ અને ચિકુનગુનીયા રોગની અટકાયત માટે અમરેલી શહેરી વિસ્તારમાં આરોગ્ય વિભાગની સઘન ઝુંબેશ :  ટીમવર્ક દ્વારા કામગીરી કરી મચ્છર ઉત્પતિ અટકાવવા લોકોને જાગૃત કરાયા - At This Time

મેલેરીયા,ડેન્ગ્યુ અને ચિકુનગુનીયા રોગની અટકાયત માટે અમરેલી શહેરી વિસ્તારમાં આરોગ્ય વિભાગની સઘન ઝુંબેશ :  ટીમવર્ક દ્વારા કામગીરી કરી મચ્છર ઉત્પતિ અટકાવવા લોકોને જાગૃત કરાયા


અમરેલી મેલેરીયા,ડેન્ગ્યુ અને ચિકુનગુનીયા રોગની અટકાયત માટે અમરેલી શહેરી વિસ્તારમાં આરોગ્ય વિભાગની સઘન ઝુંબેશ : 

ટીમવર્ક દ્વારા કામગીરી કરી મચ્છર ઉત્પતિ અટકાવવા લોકોને જાગૃત કરાયા 

           ચોમાસાની ઋતુમાં વરસાદી પાણીનો ભરાવો થવાથી અને મચ્છર ઉત્પતિ માટે અનુકૂળ વાતાવરણ સર્જાતા મચ્છરોની ઘનતા વધે છે અને ચેપી મચ્છરોના કરડવાથી ફેલાતા મેલેરીયા,ડેન્ગ્યુ અને ચિકુનગુનીયાના કેસોમાં વધારો જોવા મળે છે.અગમચેતીના પગલારૂપે મેલેરીયા શાખા,જિલ્લા પંચાયત –અમરેલીની સુચનાથી અમરેલીમાં મેલેરીયા,ડેન્ગ્યુ અને ચિકુનગુનીયાના કેસો નોંધાયેલ છે તેના આસપાસના ઘરોમાં તા.૦૩/૧૦/૨૩ ના રોજ સઘન સર્વે કામગીરી કરાવવામાં આવેલ,જેમાં અર્બન હેલ્થ સેન્ટર ના આરોગ્ય કાર્યકરો ઉપરાંત ૧૦ વેકટર કંટ્રોલ કર્મચારીઓ અને અમરેલી તાલુકાનાં અન્ય પ્રા.આ.કેન્દ્રોના આરોગ્ય કાર્યકરો  ડેપ્યુટ કરી ખાસ ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવામાં આવેલ. અમરેલી શહેરી વિસ્તારની વાહકજન્ય રોગો ની પરિસ્થિતી ધ્યાને લઈ.આ ટીમો દ્વારા શહેરના ૩૨૯૪  ઘરની મુલાકાત લઈ  ૧૦૯૭૩  પાત્રોની મચ્છર ઉત્પતિ માટે તપાસ કરતાં ૧૮૫ ઘરો અને ૨૬૮ પાત્રોમાં મચ્છરના પોરા જોવા મળેલ.ટીમ મારફતે શહેરની ખાનગી હોસ્પિટલો,શોપિંગ સેન્ટરો અને સરકારી બિલ્ડીંગોની પણ મુલાકાત લેવામાં આવી હતી અને તેમાં પણ પોઝિટિવ પાત્રો જોવા મળેલ.

             ડેન્ગ્યુ અને ચિકુનગુનીયાના મચ્છર ચોખ્ખા,ખુલ્લા અને સ્થિર પાણીમાં જ ઈંડા મુકતા હોવાથી ઘરમાં પાણી સંગ્રહમાં પાત્રો,અગાસી,છત,છાજલીમાં રાખેલ જુના ભંગાર પાત્રો,ટાયરો,ફ્રિજ અને કુલરની ટ્રે,નારીયેળની ખાલી કાચલીઓ,પક્ષીઓ માટે મુકવામાં આવતા પક્ષી કુંજ અને પશુઓ માટે મુકવામાં આવતી કુંડીઓ મચ્છરો,.બંધ મકાનો અને કોમનપ્લોટ,સાર્વજનિક જગ્યાઓ,કોમર્સીયલ કોમ્પ્લેકસો,બાંધકામ સાઇટો વગેરેમાં ખુલ્લામાં પડી રહેલ પાત્રો,વાસણ,ભંગારમાં પાણીનો ભરાવો થતાં મચ્છર ઉત્પતિ સ્થાનો બને છે.લોકો જો પોતાની જવાબદારી સમજી પોતાના ઘર,દુકાન,ઓફિસ ની આસપાસના વિસ્તારોમાં ધ્યાન રાખી ક્યાંય પણ પાણીનો ભરાવો થવા ન દે,તમામ પાત્રો હવાચુસ્ત ઢાંકીને રાખે અને ટાયરો અને બીજો નકામો ભંગાર નિકાલ કરે અને મચ્છરોના ડંખથી સ્વબચાવની કાળજી રાખે તો મેલેરીયા,ડેન્ગ્યુ અને ચિકુનગુનીયાનો ફેલાવો સહેલાઈથી ઘટાડી શકાય તેમ છે. 

         આગામી સમયમાં દર અઠવાડિયે આ રીતે ટીમવર્ક દ્વારા સઘન સર્વેલન્સ,પોરાનાશક કામગીરી અને આરોગ્ય શિક્ષણ હાથ ધરી વાહકજન્ય રોગ અટકાયતી કામગીરીનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે લોકો પણ આ કામગીરીમાં સહકાર-યોગદાન આપે એ માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને જિલ્લા મેલેરીયા અધિકારીશ્રી દ્વારા અપીલ કરવામાં આવે છે. 

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.