ભાજપની ઓફરનું રેકોર્ડિંગ હોવાનો સિસોદિયાનો દાવો, કહ્યું- હું CM બનવા નથી આવ્યો - At This Time

ભાજપની ઓફરનું રેકોર્ડિંગ હોવાનો સિસોદિયાનો દાવો, કહ્યું- હું CM બનવા નથી આવ્યો


- સિસોદિયાએ અરવિંદ કેજરીવાલને પોતાના રાજકીય ગુરૂ ગણાવીને તેમના સાથે ગદ્દારી નહીં કરે તેમ જણાવ્યું હતું નવી દિલ્હી, તા. 22 ઓગષ્ટ 2022, સોમવારશરાબ કૌભાંડમાં ફસાયેલા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પોતાને આમ આદમી પાર્ટી તોડવા માટે ભાજપ તરફથી ઓફર મળી હોવાનો ભારે મોટો દાવો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તેમને એવી ઓફર મળી હતી કે, જો તેઓ આપને તોડી દે તો તેમના સામેના તમામ કેસો પાછા ખેંચાઈ જશે. ત્યારે હવે આમ આદમી પાર્ટી દ્વારા વધુ એક સ્ફોટક દાવો કરવામાં આવ્યો છે. વધુ વાંચોઃ 'AAPને તોડી ભાજપમાં આવી જાઓ.., મેં કહી દીધું - હું માથું કપાવી દઈશ પણ..'મુખ્યમંત્રી બનવાનું સપનું નથીપાર્ટીના કહેવા પ્રમાણે તેમના પાસે ભાજપના નેતાનું રેકોર્ડિંગ સેવ છે અને જરૂર પડશે તો તેને જાહેર કરવામાં આવી શકે છે. મનીષ સિસોદિયાએ એક ટ્વિટમાં લખ્યું હતું કે, કોઈ પણ પદની લાલચમાં આવીને તેઓ પોતાની પાર્ટી સાથે ગદ્દારી નહીં કરે. તેમણે અરવિંદ કેજરીવાલને પોતાના રાજકીય ગુરૂ ગણાવીને તેમના સાથે ગદ્દારી નહીં કરે તેમ જણાવ્યું હતું. વધુમાં લખ્યું હતું કે, તેઓ મુખ્યમંત્રી બનવા માટે નથી આવ્યા. તેમનું સપનું છે કે, દેશના દરેક બાળકને સારૂં શિક્ષણ મળે, ત્યારે જ તો ભારત નંબર-1 દેશ બનશે. આખા દેશમાં આ કામ માત્ર કેજરીવાલજી જ કરી શકે છે. मुझे CM कैंडिडेट बनाने के ऑफर पर BJP को मेरा संदेश-@ArvindKejriwal जी मेरे राजनैतिक गुरु है, उनसे कभी ग़द्दारी नहीं करूँगा। मैं CM बनने नहीं आया, मेरा सपना है- देश के हर बच्चे को अच्छी शिक्षा मिले, तभी तो भारत न 1 देश बनेगा। पूरे देश में ये काम केवल केजरीवाल जी कर सकते हैं— Manish Sisodia (@msisodia) August 22, 2022 શુક્રવારના રોજ સીબીઆઈએ મનીષ સિસોદિયાના ઘરે 14 કલાક સુધી દરોડો પાડ્યો હતો. તેના પછીના દિવસે સિસોદિયાની નજીકના લોકોને પુછપરછ માટે સીબીઆઈ કાર્યાલય ખાતે બોલાવવામાં આવ્યા હતા અને 12 કલાક સુધી સવાલ-જવાબ થયા હતા. ત્યાર બાદ તપાસ એજન્સીએ સિસોદિયા વિરૂદ્ધ લુક આઉટ નોટિસ બહાર પાડી એટલે વિવાદ વધ્યો હતો. તે સમયે મનીષ સિસોદિયાએ તેને નોટંકી ગણાવીને પોતે ખુલ્લેઆમ ફરી રહ્યા છે તેમ કહ્યું હતું.વધુ વાંચોઃ 'આ શું નોટંકી છે મોદીજી?', સિસોદિયાએ PMનો જૂનો વીડિયો શેર કરીને સાધ્યું નિશાન 'જો ફોન જપ્ત કર્યો હોય તો મેસેજ કઈ રીતે મળે'સિસોદિયાના આરોપો મામલે ભાજપના નેતા મનોજ તિવારીએ વળતો પ્રહાર કર્યો છે. તેમણે સવાલ કર્યો હતો કે, જો સીબીઆઈ દ્વારા સિસોદિયાનો ફોન જપ્ત કરવામાં આવેલો છે તો કોઈ મેસેજ કઈ રીતે મળ્યો. તેમણે પોતે જ સ્વીકાર્યું કે, તેમનો ફોન સીબીઆઈ લઈ ગઈ... તો કોના ફોન પર ફોન કે મેસેજ આવ્યો.. તેમનું નામ આપો અને તેમનો ફોન પણ તપાસ માટે જમા કરાવો જેથી દૂધનું દૂધ અને શરાબનું શરાબ થઈ જાય...આ પણ વાંચોઃ કોઈ ચોર, ભ્રષ્ટ, લાંચખોર મહારાણાનું નામ લે તે તેમનું અપમાનઃ કપિલ મિશ્રા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.