CBIના કેટલાક અધિકારીઓ સાથે TMCનું સેટિંગ હતું: દિલીપ ઘોષ - At This Time

CBIના કેટલાક અધિકારીઓ સાથે TMCનું સેટિંગ હતું: દિલીપ ઘોષ


- EDએ મોટા માથાઓની ધરપકડ સાથે તપાસ તેજ કરી છે અને તે દોષિતોને દૂર કરતું રહેશેનવી દિલ્હી, તા. 22 ઓગષ્ટ 2022, સોમવારભાજપાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપ ઘોષે રવિવારે મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કોલકાતામાં કહ્યું કે, CBIના કેટલાક અધિકારીઓનું તૃણમુલ કોંગ્રેસ સાથે સેટિંગ હતું. તેની જાણકારી મળતા જ નાણા મંત્રાલયે EDને પશ્ચિમ બંગાળમાં ભ્રષ્ટાચાર મામલે તપાસ કરવા માટે મોકલ્યા હતા. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં સ્થિત આઈસીસીઆરમાં કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરતા ઘોષે કહ્યું કે, કેટલાક CBI અધિકારીઓ અને અને ટીએમસી વચ્ચેના આ સેટિંગને કારણે જ કોલસા કૌભાંડ, પશુઓની દાણચોરીના કેસ અને શાળાની નોકરીઓમાં અનિયમિતતાઓની તપાસમાં પરિણામ નહોતું આવ્યું જેના કારણે EDને ત્યાં મોકલવામાં આવી હતી.તેમણે કહ્યું કે, CBIના કેટલાક અધિકારી TMC નેતાઓના હાથે વેચાઈ ચૂક્યા છે. પોતાના સંબોધનમાં તેમણે દાવો કર્યો કે, TMCના અનેક નેતાઓને એ વાતનો ડર સતાવી રહ્યો છે કે, CBIની જેમ EDના અધિકારીઓ સાથે સેટિંગ નહીં કરી શકાય. તેમણે કહ્યું કે, આ જ કારણ છે કે, CBIના કેટલાક અદિકારીઓને પશ્ચિમ બંગાળમાંથી હટાવી દેવામાં આવ્યા છે અને ED દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.પોતાના નિવેદનોને લઈને મોટા ભાગે ચર્ચામાં રહેનારા દિલીપ ઘોષે કહ્યું કે, મમતા બેનર્જીનો અંત શરૂ થઈ ગયો છે. EDએ મોટા માથાઓની ધરપકડ સાથે તપાસ તેજ કરી છે અને તે દોષિતોને દૂર કરતું રહેશે. ઈડીને પાલતુ નહીં બનાવી શકાય અને તે પોતાને વશમાં કરવા પ્રયત્ન કરનારાઓના કુકર્મો સામે આંખ મિંચામણા નહીં કરેબીજી તરફ ટીએમસીએ તેમના આ દાવા પર પલટવાર કર્યો છે. તૃણમૂલ કોંગ્રેસના રાજ્ય મહાસચિવ કૃણાલ ઘોષે જણાવ્યું હતું કે, ઘોષ તેમની ટિપ્પણીઓથી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, જેમની હેઠળ સીબીઆઈ કામ કરે છે, તેમની નિંદા કરી રહ્યા છે. કૃણાલ ઘોષે આરોપ લગાવ્યો કે, કેન્દ્રની ભાજપ સરકાર પોતાના વિરોધીઓ સામે CBI અને EDનો રાજકીય ઉપયોગ કરી રહી છે. EDએ પશ્ચિમ બંગાળના પૂર્વ શિક્ષણ મંત્રી પાર્થ ચેટર્જીની સ્કૂલ નોકરી કૌંભાડમાં ધરપકડ કરી છે જ્યારે CBIએ પશુ તસ્કરી મામલે ટીએમસીના બીરભૂમ જિલ્લા અધ્યક્ષ અનુબ્રત મંડળની ધરપકડ કરી છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.