આજ રોજ સિધ્ધપુર તાલુકા હેલ્થ કચેરી ઓફિસર શ્રી ની હાજરીમાં ટીબી મુક્ત ભારત અભિયાન કાર્યક્રમ યોજાયો. - At This Time

આજ રોજ સિધ્ધપુર તાલુકા હેલ્થ કચેરી ઓફિસર શ્રી ની હાજરીમાં ટીબી મુક્ત ભારત અભિયાન કાર્યક્રમ યોજાયો.


આજ રોજ તારીખ 15-9-2023 ના રોજ તાલુકા હેલ્થ કચેરી ઓફિસર શ્રી સિધ્ધપુર ની હાજરીમાં ટીબી મુક્ત ભારત અભિયાન કાર્યક્રમ હેઠળ, તારીખ 9-9-23 થી 23-9-23 દરમિયાન વિવિધ પ્રોગ્રામ અંતર્ગત ટીબી મુક્ત ભારત જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવેલ.આ રેલીનું પ્રસ્થાન તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડોક્ટર આર.ડી નાયક દ્વારા લીલી જંડી આપી કરવામાં આવેલ.જેમાં સરકારી નર્સિંગ કોલેજ સ્ટુડન્ટ અને અર્બન હેલ્થ સેન્ટર સિધ્ધપુરના પેરામેડિકલલ સ્ટાફ. આશા બહેનો તેમજ તાલુકા હેલ્થ કચેરી સિદ્ધપુરના એસ. ટી. એસ શ્રી વિજય પટેલ અને એમ.ટી.એસ. શ્રી જે.ડી.પટેલ ની હાજરીમાં વિશાળ રેલી સિધ્ધપુર શહેરમાં કરવામાં આવેલ. જેમાં ટીબી ના લગતા વિવિધ સૂત્રોચાર કરી જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવેલ. જે રેલીને પરત સરકારી નર્સિંગ કોલેજ સિધ્ધપુર વિરામ આપવામાં આવેલ.
પાટણ બ્યુરો ચીફ :- યોગેશ જોષી


9722785185
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.