ગીર સોમનાથ પોલિસનિ સામાજીક સેવાની કામગિરિ - At This Time

ગીર સોમનાથ પોલિસનિ સામાજીક સેવાની કામગિરિ


 *:: સર્પદંશ થયેલ ચાર વર્ષની બાળકીને માનવતાના ધોરણે મદદરૂપ થઇ નવું જીવન અપાવી બાળકીના પરિવાર ઉપર દિવાળીના તહેવારનો પ્રકાશ યથાવત રહે તેવી પ્રશંસનીય કામગીરી કરતી વેરાવળ સીટી પોલીસ ::* 

    

       💫તા.૧૭/૧૦/૨૨ ના રોજ સાંજના આશરે સાતેક વાગ્યાના સુમારે વેરાવળ સીટી પો.સ્ટે.માં વેરાવળ સરકારી હોસ્પિટલ ખાતેથી D/O લખાવેલ કે, *સુત્રાપાડા તાલુકાના બળેવલા ગામના રહીશ વૈશાલીબેન ડો/ઓ વજુભાઇ વાળા ઉ.વ.૪ વાળાને સર્પ દંશ થતા સારવારમા દાખલ થયેલ છે. અને તેમની તબિયત અતિગંભીર છે.* તેમ જાણ કરેલ જે અન્વયે દવાખાના ડ્યુટીમાં રહેલ *વેરાવળ સીટી પો.સ્ટે. ના એ.એસ.આઇ વિપુલભાઇ રાઠોડ* નાઓ તાત્કાલિક વેરાવળ સરકારી સરકારી હોસ્પિટલ ખાતે જઇ તપાસ કરતા વૈશાલીબેન ડો/ઓ વજુભાઇ વાળા ઉ.વ.૪ રહે.બળેવલા તા.સુત્રાપાડા વાળા સારવારમાં દાખલ હોય અને તેઓની સ્થિતી અતિગંભીર હોય જે બાબતે એ.એસ.આઇ વિપુલભાઇ રાઠોડ નાઓએ ફરજ પરના ડોકટર સાહેબ સાથે સારવાર બાબતે વાતચીત કરતા ફરજ પરના ડોકટર સાહેબએ જણાવેલ કે દિકરીને વધુ સારવાર અર્થે આગળ રીફર કરવી પડે તેમ છે અને વેન્ટીલેટર ઉપર રાખવી પડે તેવી પરિસ્થિતી છે. પરંતુ તેમના પિતાજીની આર્થિક પરિસ્થિતી ખુબ જ નબળી હોય પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર કરાવી શકે તેમ નથી જેથી એ.એસ.આઇ વિપુલભાઇ રાઠોડ એ દિકરીના પિતાજી સાથે સારવાર બાબતે વાતચીત કરતા તેમના પિતાજીએ જણાવેલ કે, પોતાની આર્થિક પરિસ્થિતી ખુબજ નબળી છે. અને પોતાની દીકીરની સારવાર પ્રાઇવેટ હોસ્પિટલ કરાવી કશે તેમ નથી તેમ જણાવી તેઓ એકદમ પડી ભાંગેલ જેથી નાની માસુમ બાળકીના જીવન ઉપર મૃત્યુના વાદળો ઘેરાવા લાગેલ  

          💫જે અનુસંધાને વેરાવળ સીટી પો.સ્ટે. ના *પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એમ.ઇશરાણી* નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ *એ.એસ.આઇ વિપુલભાઇ રાઠોડ* નાઓએ વેરાવળ ખાતેની *સત્યમ હોસ્પિટલ એન્ડ આઇસીયુ ના ટ્રસ્ટીઓ તથા ડોકટરશ્રી રવિભાઇ ગરચર (એમ.ડી. મેડીસીન)* નાઓ સાથે વાતચીત કરતા તેઓ આ દિકરીને સારવાર આપવા તૈયાર થયેલ જેથી એ.એસ.આઇ વિપુલભાઇ રાઠોડ નાઓએ તુરત જ પ્રાઇવેટ એમ્બ્યુલન્સ કરાવી આપી અને આ ચાર વર્ષની માસુમ દીકરીને સત્યમ હોસ્પિટલ એન્ડ આઇસીયુ ખાતે રીફર કરાવી સારવાર અપાવી એ.એસ.આઇ વિપુલભાઇ રાઠોડ તથા સત્યમ હોસ્પિટલના ટ્રસ્ટીશ્રીઓ તથા ડોકટરશ્રીઓએ માનવતાના ધોરણે મદદરૂપ થઇ માસુમ દીકરીનું બહુમુલ્ય જીવન બચાવેલ છે.  

      💫હાલ દિકરી સ્વસ્થ છે. અને સત્યમ હોસ્પિટલ એન્ડ આઇસીયુ ના ટ્રસ્ટીઓ તથા ડોકટરશ્રીઓએ નજીવી ફીમાં આ દિકરીની સંપુર્ણ સારવાર કરી આપી અને પરિવાર ઉપર દિવાળી જેવા તહેવારનો પ્રકાશ યથાવત રાખવા બદલ *દિકરીના પિતાજી તથા તેમના પરિવારએ પોલીસ સ્ટાફ તથા સત્યમ હોસ્પિટલ એન્ડ આઇસીયુ ના ટ્રસ્ટીશ્રીઓ તથા તથા ડોકટરશ્રીઓનો ખુબ જ આભાર માનેલ છે.* 

       💫આમ, વિપુલભાઇ રાઠોડ એ.એસ.આઇ વેરાવળ સીટી પો.સ્ટે. તથા સત્યમ હોસ્પિટલ એન્ડ આઇસીયુ ના ટ્રસ્ટીશ્રીઓ તથા ડોકટરશ્રીઓએ માસુમ બાળકીનું બહુમુલ્ય અનમોલ જીવન બચાવી માનવતાનુ ઉમદા ઉતમ ઉદારહણ પુરૂ પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે. 

    💫 *ગુજરાત પોલીસ માનવતા પ્રત્યે અતિસંવેદનશીલ છે તેનુ એક ઉતમ ઉદારહણ પુરૂ પાડી પ્રશંસનિય કામગીરી કરતી વેરાવળ સીટી ગીર સોમનાથ પોલીસ.*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.