વડોદરા: પોલીસને ચકમો આપી ભાગી છુટેલા શાર્પ શૂટર એન્થોનીનો સાગરિત ઝડપાયો - At This Time

વડોદરા: પોલીસને ચકમો આપી ભાગી છુટેલા શાર્પ શૂટર એન્થોનીનો સાગરિત ઝડપાયો


વડોદરા, તા. 20 ઓગસ્ટ 2022 શનિવાર વડોદરાના નામચીન ગુનેગાર અને શાપૅ શૂટર તરીકે ઓળખાતા અનિલ એન્થોનીના વધુ એક સાગરિતને પોલીસે ઝડપી પાડ્યો છે. પકડાયેલો અંકિત પણ નાની છો ગુનેગાર હોવાની વિગતો ખુલી છે. પોલીસે અંકિતને છોટાઉદેપુર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.ખૂંખાર અનિલ એન્થોની પોલીસને માત આપી ભાગી છૂટ્યો હતોવડોદરામાં હત્યા કરાયેલા ડોન મુકેશ હરજાણી નો રાઈટ હેન્ડ મનાતો અનિલ ઉર્ફે એન્થોની શાપૅ શૂટર તરીકે પણ ઓળખાય છે. અનિલ સામે છોટાઉદેપુરના પાનવડ ખાતે એક વેપારીને છેતરપિંડી કરવાનો ગુનો પણ છેલ્લે નોંધાયો હતો. આ વેપારી પાસે વારંવાર ભુસુ ખરીદી બદનામ રૂમ પાંચ લાખની નકલી નોટો આપી છેતરપિંડી કરાતા પોલીસે અનિલ એન્થોની ની ધરપકડ કરી હતી. અનિલને વડોદરાની સિવિલ હોસ્પિટલમાં લવાયો ત્યારે તેણે પત્નીને મળવા માટે હોટલમાં જવાની ઈચ્છા કરતા પોલીસ તેને હોટલમાં લઈ ગઈ હતી. પરંતુ ત્યાં પોલીસ બેસી રહી ત્યારે અનિલ ફરાર થઈ ગયો હતો.અનિલને શોધવા ડીસીબી,એસઓજી અને પીસીબીની ટીમો દોડી રહી છેઅનિલ એન્થોની ને શોધવા માટે વડોદરા પોલીસની ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી અને પીસીબી ની ટીમો કામે લાગી છે. અનિલ સ્કૂટર ઉપર ભાગી છૂટ અને મધ્યપ્રદેશ એક સંબંધીને ત્યાં રોકાયો હતો. જેથી પોલીસ તેને શોધતી મધ્ય પ્રદેશ પહોંચી હતી પરંતુ તે પહેલા અનિલ ત્યાંથી છૂટ્યો હતો. એક સપ્તાહ પહેલા જ એસઓજીએ નકલી નોટોના ગુનામાં ફરાર થયેલા અનિલ એન્થોની ને જાલી નોટો માટે કાગળ અને પ્રિન્ટરની વ્યવસ્થા કરી આપનાર એક સાગરીતને ઝડપી પાડ્યો હતો.નકલી નોટો ના ગુનામાં અંકિત પરમાર પણ સંડોવાયો હતોવડોદરાના કારીબાગ સમા રોડ પર અગોરા મોલની પાછળ આવાસમાં રહેતા અંકિત પરમાર ની પણ અનિલ એન્થોની સાથે નકલી નોટો આપી છેતરપિંડી કરવાના ગુનામાં સંડોવણી બહાર આવી હતી. જેથી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે ગઈકાલે સમા વિસ્તારના જીઆઈપીસીએલ સર્કલ પાસેથી અંકિત ને ઝડપી પાડી છોટાઉદેપુર પોલીસને સોંપવાની કાર્યવાહી કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.