*સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે આમ આદમી પાર્ટી ની મીટીંગ મળી* - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/sh1bndvcmfhkugcv/" left="-10"]

*સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે આમ આદમી પાર્ટી ની મીટીંગ મળી*


સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગની અંદર જગમાલભાઇ વાળા, પ્રવીણભાઈ રામ,અશ્વિનભાઈ ચૌહાણ, ગોવિંદભાઈ ભોળા, તેમજ 500 થી પણ વધારે સંખ્યામાં યુવાનો, વડીલો કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા આ મિટિંગની અંદર નવા જોઈને થયેલા આમ આદમીના કાર્યકર્તાઓનું શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું, મિટિંગની અંદર જગમાલભાઇ વાળાએ જણાવ્યું હતું કે દિવસેને દિવસે શિક્ષણ મોંઘુ થઈ રહ્યું છે તેમજ ખેડૂતોને વીજળી પૂરતી મળતી નથી. ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે ત્યારે પાક વીમો. ખેડૂત સુધી પહોંચતો નથી. જેમ દિલ્હીમાં તો ખેડૂતોનો પાક નિષ્ફળ જાય તો હેકટર દીઠ 50000 રૂપિયા આપવામાં આવે છે. દિલ્હીમાં 300 યુનિટ વીજળી આપવામાં આવે છે તો ગુજરાતમાં કેમ નહીં જો આમ આદમી પાર્ટી ગુજરાતમાં સરકાર બને તો આ તમામ લાભ ગુજરાતના ખેડૂતોને પણ મળતો થઈ જશે તેવું જગમાલભાઇ વાળાએ જણાવ્યું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]