પોલીસ પ્રજાનો મીત્ર છે તે સાર્થક કરતું ચોરવાડ પોલીસ - At This Time

પોલીસ પ્રજાનો મીત્ર છે તે સાર્થક કરતું ચોરવાડ પોલીસ


ચોરવાડ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.કે.એમ.ગઢવી તથા સી-ટીમના પો. હેડ કોન્સ. રૂપાબેન સીસોદીયા, તથા પો.કોન્સ. ભાવનાબેન ધ્રાંગડ, કમળાબેન રાઠોડ એમ પો.સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન ચોરવાડ બસ સ્ટેન્ડમા એક મહીલા સુતેલ હોય જેને psi કે.એમ.ગઢવી તથા સી-ટીમના પો.સ્ટાફે ઉઠાડી પુછતા તે સારા ઘરાની દિકરી લાગતી હોય જેથી તેનુ નામઠામ પુછતા તેણે તેનુ નામ કાજલબેન ડો/ઓ રામભાઈ રાઠોડ ઉ.વ.૧૭ રહે.ધોકળવા ખોડીયાર શેરી તા.ઉના જી.ગીર સોમનાથ વાળી હોવાનુ જણાવેલ અને હાલ ઓખા ખાતે રહેતી હોવાનુ જણાવતી હોય અને વાત કરતા રડવા લાગેલ આથી psi કે.એમ.ગઢવી તથા સી-ટીમના પો.સ્ટાફે તેને સમજાવી ચોરવાડ પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી અને તેણે એકાદ દીવસથી કાઈ ખાધેલ ન હોય જેથી તેને જમાડેલ અને ત્યારબાદ આશ્વાસન આપી પુછપરછ કરતા પોતે એકાદ દીવસથી ઓખાથી કોઈને કહ્યા વગર નીકળી ગયેલાનુ જણાવેલ અને તેને કામ બાબતે તેની માતા ઠપકો આપતા હોય જેથી ઘરેથી નીકળી ગયેલાનુ જણાવતી હોય અને વાહનમાં અત્રે આવેલાનુ જણાવેલ હોય અને હવે તેની પાસે પૈસા પણ નહી હોવાનુ જણાવેલ હોય જેથી ઓખા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તેના પરીવારને જાણ કરી ચોરવાડ પોલીસ સ્ટેશન ખાતે બોલાવેલ અને તેને સમજાવી આ તેની દિકરી ઘરેથી જતી રહેલ હોય તેને શોધી તેના માતા જયાબેન રામભાઈ રાઠોડને સોપી આપેલ હતી.

આમ ઘરેથી નીકળી ગયેલ સગીર વયની દિકરીને તેના પરીવાર સાથે મીલન કરાવતા ભાવવિભોર દ્રશ્ય સર્જાયા હતા અને છોકરી પણ હવે ઘરેથી ક્યાય ભાગી નહી જાય તેમ કહી તેની માતા સાથે તેના ઘરે જતી રહેલ છે. આ છોકરીના પરીવારે જુનાગઢ ચોરવાડ પોલીસનો ખુબજ હદયથી આભાર માનેલ છે અને ફરી એકવાર પોલીસ પ્રજાનો મીત્ર છે તે સાબીત કર્યુ. ચોરવાડ પોલીસનો સારી કામગીરી કરતા પરિવાર દ્વારા પોલીસનો આભાર માનેલ હતો

આ કામગીરી ચોરવાડ પોલીસ સ્ટેશનનાં psi કે.એમ.ગઢવી તથા સી-ટીમના પો.હેડ કોન્સ. રૂપાબેન સીસોદીયા, તથા પો.કોન્સ. ભાવનાબેન ધ્રાંગડ, કમળાબેન રાઠોડ નાઓએ સાથે મળી કરેલ છે.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.