ગઢડા તાલુકાના અલગ અલગ ગામોમાં ચુનાવ પાઠશાલા યોજાઈ - At This Time

ગઢડા તાલુકાના અલગ અલગ ગામોમાં ચુનાવ પાઠશાલા યોજાઈ


લોકશાહી પર્વ 2024 - બોટાદ જિલ્લો

ગઢડા તાલુકાના વિવિધ ગામોમાં ચુનાવ પાઠશાલા યોજાઈ

આગામી લોકસભાના મહાપર્વ માટે બોટાદ જિલ્લામાં હાલ મતદાન જાગૃતિને લઈને અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે જિલ્લા ચૂંટણી તંત્ર અને વહિવટી તંત્રનાં નેતૃત્વમાં દરેક નાગરીકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યાં છે જે અંતર્ગત નોડલ ઓફિસર ટી.આઇ.પી. જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયાના માર્ગદર્શન હેઠળ ગઢડા તાલુકા વિકાસ અધિકારી એ.એ.વાળા દ્વારા ગઢડા તાલુકાનાં વિરડી અને રળિયાણાં, ખોપાળા, જલાલપર, ઉગામેડી સહિતનાં વિવિધ ગામોમાં ચુનાવ પાઠશાલાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો હતો, અને મતદાન કરવા બાહેંધરી આપી હતી.

બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.