વિસાવદર માકેટીંગ યાર્ડ મા મગફળી કૌભાંડોમા સંડોવાયેલા ચેરમેન મુદે અગ્ર નેતાઓનું ભેદી મૌન - At This Time

વિસાવદર માકેટીંગ યાર્ડ મા મગફળી કૌભાંડોમા સંડોવાયેલા ચેરમેન મુદે અગ્ર નેતાઓનું ભેદી મૌન


મગફળી કૌભાંડોમા સંડોવાયેલા ચેરમેન મુદે અગ્ર નેતાઓનું ભેદી મૌનવિસાવદર માર્કૅટીગ યાડૅની ચૂંટણી ને બિનહરીફ જાહેર કરવામાં ઉતાવળ કરી દીધી છે એવા નિવેદનો સાથે ફરી સત્તા પક્ષના સભ્યોના કેટલાક ટેકેદારોએ નિવેદનો આપવાના શરૂ કરી દીધા છે.કેટલાક અગ્રણીઓને નજર અંદાજ કરી અને વર્ષોથી પક્ષના ટેકેદારો વચ્ચે નવા નિશાળીયાઓને ખોટી મંડળીઓ ઉભી કરી અને સભ્ય બનવાની લ્હાણી આપી ત્યારે અસંતુષ્ટો હવે છાનાખૂણે એવું નિવેદન આપી રહ્યા કે જો ચૂંટણી રદ થાય તો પોતાનો દાવો રજૂ કરે.કેટલાક લોકોનુ એમ કહેવુ છે કે ભ્રષ્ટાચારથી ખરડાયેલાઓને સહકાર આપી ઉચ્ચ સ્થાને બેસાડ્યા છે તે આગામી ચૂંટણીમાં વિરોધ પક્ષ માટે મહત્વનો મુદો બની રહેશે.કેમ કે હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંનેના ગઠબંધનથી આ વિસ્તારમાં સતાવિરોધી પવન ફૂંકાઈ રહ્યો છે. એ માટે ભ્રષ્ટાચારનો મુદો અને ખેડુતોને પડેલી મુશ્કેલીઓનો મુદો લોકો સમક્ષ ઉપાડી સંસદની ચૂંટણીમાં ઉપાડશે એવું લોકો ચર્ચા કરી રહ્યા છે

રિપોર્ટ મુકેશ રીબડીયા
હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.