ભુંભલી ખાતે યદુવંશી ક્ષત્રીય આહીર સમાજ દ્વારા અશ્વ,શાસ્ત્ર અને શસ્ત્ર પૂજન કર્યું - At This Time

ભુંભલી ખાતે યદુવંશી ક્ષત્રીય આહીર સમાજ દ્વારા અશ્વ,શાસ્ત્ર અને શસ્ત્ર પૂજન કર્યું


*ભુંભલી ખાતે ક્ષત્રીય આહીર સમાજ દ્વારા અશ્વ,શાસ્ત્ર અને શસ્ત્ર પૂજન કર્યું*

ભાવનગર નજીકના ભૂંભલી ગામે વ્રજ વિહાર હોટલ ખાતે યદુવંશી ક્ષત્રીય આહીર સમાજ દ્વારા વિજયા દશમી તહેવાર એટલે વીરતાનો વૈભવ શોર્યનો શણગાર, પરાક્રમનું પૂજન સદીઓથી યદુવંશી ક્ષત્રિય આહિર સમાજ રાષ્ટ્ર હિત માટે અને ગૌ ગૌવતરી રક્ષા કાજે પોતાના પ્રાણની પરવાહ કર્યો વગર આશરે આવેલાના રક્ષણ માટે યદુવંશી ક્ષત્રિય આહીર સમાજ પોતાના પંડના બલિદાનો આપતો આવ્યો છે પ્રજાના રક્ષણ માટે,રાષ્ટ્ર રક્ષા હેતુ,અનેક યુદ્ધો લડનારા અને હંમેશા દેશ પ્રત્યે વફાદાર રહેનાર યદુવંશી ક્ષત્રિય આહિર સમાજ વિજયા દશમીના તહેવારે પોતાના 'ક્ષાત્ર ધમૅ' ની પરંપરા મુજબ અશ્વ,શાસ્ત્ર"શસ્ત્ર પૂજન"કરે છે ત્યારે આ વર્ષ પણ ભવ્ય રીતે યદુવંશી ક્ષત્રિય આહિર સમાજ દ્વારા ભુંભલી ગામે વ્રજ વિહાર હોટલ ખાતે અશ્વ,શાસ્ત્ર અને શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજ્યો હતો યદુવંશી ક્ષત્રિય આહીર સમાજના વડીલો,યુવાનો સહિતના વિશાળ સંખ્યામાં પોતાના પરંપરાગત પોશાક અને સાફા પહેરીને અશ્વ, શાસ્ત્ર અને શસ્ત્ર સાથે હાજર રહ્યા હતા અને ભવ્યથી ભવ્ય રેલી યોજી ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનું પુંજન કરી કાર્યક્રમની શરુઆત કરી હતી ઇષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની સાક્ષી રાખી અશ્વ, શાસ્ત્ર અને શસ્ત્ર પૂજન કર્યું હતુ હંમેશા સત્ય માટે પ્રાણ ન્યોછાવર કરનાર યદુવંશી ક્ષત્રિય આહીર સમાજ દ્વારા જણાવાયુ કે રાષ્ટ્ર અને ધર્મ રક્ષા કાજે જરુર પડે તો દ્રઢપણે એક કૃષ્ણવંશી આહીર તરીકે હંમેશા સૌથી પહેલા તૈયારી દર્શાવીશુ એમ ક્ષત્રિય આહીર સમાજ દ્વારા જણાવ્યુ હતુ

રીપોર્ટ નિલેષ ઢીલા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.