*આજ રોજ નેત્રંગ તાલુકામાં રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમનું આયોજન ચાસવડ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે તાલુકા ખેતવાડી વિભાગ અને તાલુકા વહીવટી તંત્ર દ્દવારા કરવામાં આવ્યું* - At This Time

*આજ રોજ નેત્રંગ તાલુકામાં રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમનું આયોજન ચાસવડ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે તાલુકા ખેતવાડી વિભાગ અને તાલુકા વહીવટી તંત્ર દ્દવારા કરવામાં આવ્યું*


*આજ રોજ નેત્રંગ તાલુકામાં રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમનું આયોજન ચાસવડ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે તાલુકા ખેતવાડી વિભાગ અને તાલુકા વહીવટી તંત્ર દ્દવારા કરવામાં આવ્યું*

કાર્યક્રમના મુખ્ય અતિથિ નેત્રંગ તાલુકાના પ્રમુખશ્રીમતી વસુધાબેન મનોજભાઈ.વસાવા,જીલ્લા સદસ્ય શ્રી વર્ષાબેન દેશમુખ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ,કિશાન સંઘ ના જીલ્લા મંત્રી કિશોરસિંહ વાસદીયા,જીલ્લા ખેતીવાડી અઘિકારીશ્રી પી.આર.માંડાણી દ્વરા સરકારશ્રી ની વિવિઘ યોજનાની જાણકારી વ્યકતવ્યના માઘ્યમથી આપી,કે.વી.કે.ના વરિષ્ટ વૈજ્ઞાનિક શ્રી મહેન્દ્ર પટેલ,તાલુકા વિકાસ અઘિકારી એમ.આઈ.પટેલ,મામલતદારશ્રી કોકણી સાહેબ,કૃષિ વૈજ્ઞાનિકશ્રી, નેત્રંગ તેમજ,મહામંત્રીશ્રીઓ,સામાજિક આગેવાનો,તમામ ૩૯ ગ્રામ પંચાયતોના સરપંચશ્રીઓ,અને ખેતીવાડી વિભાગનો તમામ સ્ટાફ તથા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કવચીયા ગામના શ્રીમનીષભાઈ તેમજ પુનિયાભાઈ છીતાભાઈ વસાવા એમણે વકતવ્ય આપ્યું લગભગ ૭૦૦થી ૮૦૦ ખેડૂતો ભાઈઓ અને બહેનો ની હાજરીમાં સરકાર શ્રીના મુખ્ય ઉદેશ્ય રવિ કૃષિ મહોત્સવએ કૃષિ વિસ્તરણ અને ખેડૂતોને નજીક લાવવાનો કાર્યક્રમ છે. ખેડૂતોને ઘર આંગણે ખેતીની આધુનિક તજજ્ઞતાઓની તથા સરકારશ્રીની વિવિધ સહાયકારી યોજનાઓની માહિતિ મળી રહે અને તે થકી તેમનું ખેત ઉત્પાદન અને આવક વધે અને તેમનું જીવનધોરણ ઉંચુ આવે તેવા શુભ આશયથી ગુજરાત સરકારશ્રી દ્વારા વર્ષ-૨૦૦૫ થી કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.
 ખેડૂતોના મુંઝવતા પ્રશ્નોનું સ્થળ ઉપર નિરાકરણ, ખેડૂતો અને વૈજ્ઞાનિકશ્રીઓ/અધિકારીશ્રીઓ વચ્ચે મુકત મને ખેતીના પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા તેમજ સરકારશ્રીની કૃષિવિકાસલક્ષી નિતિ, ખેડૂતોની મહેનત અને સમગ્ર વહીવટીતંત્રની જહેમતથી સમગ્ર દેશમાં ૧૦ % કરતાં વધુ કૃષિ વિકાસ દર સાથે રાજ્ય મોખરાનું સ્થાન ધરાવે છે.
 ખેડૂતોને રવિ પાકો અંગેની તાંત્રિક માહિતી અને સરકારશ્રીની વિવિધ યોજનાઓની જાણકારી મળી રહે અને તેમને વિવિધ યોજનાઓની સ્થળ ઉપર માહિતી મળી રહે તે માટે તારીખ :૦૬/૧૨/૨૦૨૪ થી તારીખ : ૦૭/૧૨/૨૦૨૪ સુધી બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં તાલુકાવાર ૨૪૮ અને રાજ્ય કક્ષાનો લાઇવ ટેલીકાસ્ટ કાર્યક્રમ એમ કુલ ૨૪૯ જેટલા કાર્યક્રમ કરવાનું આયોજન કરેલ છે.
સાથે સાથે પ્રતિક રૂપે રોટાવેટર,વાવણીયા પેમેન્ટ ઓર્ડર આપ્યા તાડપત્રી અને પાક સરક્ષણ સાઘન તથા પશુપાલન વિભાગ અને આરોગ્ય વિભાગ તથા નેત્રંગ એસ.બી.આઈ બેંક દ્વારા મુદ્રા લોન,કિશાન ક્રેડીટ કાર્ડ વિષે સ્ટોલ ઉભા કરી માહિતી આપી પી ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા તેમજ મીલેટ વાનગીઓ ના પુસ્તકનું વિમોચન પણ તાલુકા કક્ષાએ કરવામાં આવ્યું તથા સરકારશ્રીની વિવિઘ યોજનાનાની જાણકારી મળે તે હેતુથી તાલુકાના તમામ લાઈન ડીપાર્ટમેન્ટના ૨૦ જેટલા સ્ટોલ પ્રદર્શન હેતુ માટે ઉભા કરવામાં આવેલ હતા રવિ કૃષિ મહોત્સવ માં ઉપસ્થિત અધ્યક્ષશ્રી મુખ્ય અતિથિ નેત્રંગ તાલુકાના પ્રમુખશ્રીમતી વસુધાબેન મનોજભાઈ.વસાવા દ્રારા ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થાય તે માટે પ્રોત્સાહિત કર્યા તમામ કાર્યક્રમનુ સફળ સંચાલન તાલુકાના વિસ્તરણ અઘીકારીશ્રી યોગેશ ડી.પવાર તથા ૧૧ ગ્રામસેવકશ્રીઓ દ્રારા કરવામાં આવ્યું અને કાર્યક્રમને સફળ બનાવ્યો

પ્રતિક પ્રજાપતિ નેત્રંગ


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image