સાયલા તાલુકાના હડાળા ગામના બોર્ડ પાસે ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ સેમિનાર યોજાયો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/s18gnqv6rl7hagcz/" left="-10"]

સાયલા તાલુકાના હડાળા ગામના બોર્ડ પાસે ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ સેમિનાર યોજાયો.


ખેડૂતો હવે ધીમે ધીમે પ્રકૃતિક કૃષિ તરફ વળતા જાય છે. જ્યારે સાયલા તાલુકાના હડાળા ગામના બોર્ડ પાસે જોરુભાઈ ભીમભાઈ વેગડ ની વાડીએ પ્રાકૃતિક કૃષિ સેમિનાર યોજાયો. રાસાયણિક ખાતર અને જંતુનાશક ઝેરની કૃષિ ખૂબ ખર્ચાળ છે તેનાથી ધરતીની ફળદ્રુપતાનો નાશ થાય છે. ભૂતળના પાણી ઝેરી થયા છે. અન્ન -ફળ- શાકભાજી- ઘાસચારો અને દૂધ ઝેરી થયા છે. જેનાથી માનવોમાં ડાયાબિટીસ, હ્રદયરોગ, કેન્સર, વંધ્યત્વ, ગર્ભઘાત જેવા અનેક રોગો વધ્યા છે. ગાયો- ભેંસોમાં પણ હૃદયનો હુમલો, કેન્સર,આંચળમા રસી, ઉથલો, અને ગર્ભઘાત જેવા રોગો વધ્યા છે. ખેતીમાં ઉત્પાદન ઘટે છે, અને ખેતી ખર્ચ વધે છે. જેમા એકમાત્ર ઉપાય છે જે ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ છે.જેના અનેક ફાયદાઓ છે.
જેમાં પ્રાકૃતિક કૃષિનુ માર્ગદર્શન આપવામાં આવ્યું .જેમાં જળક્રાંતિ, ગીર કાંકરેજ ગાય ક્રાંતિ અને ગાય આધારિત પ્રાકૃતિક કૃષિના પ્રણેતા શ્રી મનસુખભાઈ સુવાગીયા પ્રેરક પ્રવચન આપ્યું હતું. આ કાર્યક્રમમાં
શ્રી કિશોર બાપુ ભગત સોનગઢ
શ્રી રામકુભાઈ ખાચર ઉપ-પ્રમુખ જળક્રાંતિ ટ્રસ્ટ
શ્રી ભરત બાપુ- ધજાળા,
શ્રી સુનીતાબેન આગાખાન ટ્રસ્ટ
આ સેમિનારમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ કરનારા કિસાનો અને આસપાસના કિસાનો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ.. જેસીંગભાઇ સારોલા
બિઝનેસ પાર્ટનર .રણજીતભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]