હળવદ પી.આઈ કે.એમ. છાસીયા ના અધ્યક્ષ સ્થાને ચરાડવા ગામે અનુસૂચિત જાતિના પ્રશ્નોના નિરાકરણ માટે લોક દરબાર યોજાયો - At This Time

હળવદ પી.આઈ કે.એમ. છાસીયા ના અધ્યક્ષ સ્થાને ચરાડવા ગામે અનુસૂચિત જાતિના પ્રશ્નોના નિરાકરણ માટે લોક દરબાર યોજાયો


હળવદના ચરાડવા ગામે નવ નિયુક્ત હળવદ પોલીસ સ્ટેશનના પી.આઇ. કે. એમ. છાસિયાના અધ્યક્ષ સ્થાને અનુસૂચિત જાતિના લોકોની મિલકત સંબંધી પ્રશ્નોના નિરાકરણ માટે લોક દરબાર યોજાયો હતો જેમાં અનુસૂચિત જાતિના લોકોની કોઈ ની સ્થાવર મિલકત અથવા પ્લોટ પર કોઈ એ દબાણ કરેલું હોય તો વિના સંકોચે હળવદ પોલીસ સ્ટેશનને જાણ કરવી જેનું તાત્કાલિકના ધોરણે નિરાકરણ લાવવામાં આવશે તેવું હળવદ પીઆઇએ જણાવ્યું હતું આ લોક દરબારમાં ચરાડવા સરપંચ પતિ રતિલાલભાઈ પરમાર એ ફુલહાર પહેરાવી પીઆઈ નું સન્માન કર્યું હતું સાથે ચરાડવા ગામના અનુસૂચિત જાતિના જેસીંગભાઇ મકવાણા, હરિભાઈ સોલંકી, ભુપેન્દ્રભાઈ સોલંકી, બાબુભાઈ સોલંકી સહિત ગામ આગેવાનો લોક દરબારમાં ઉપસ્થિત રહ્યા હતા અને ચરાડવા અનુસૂચિત જાતિ ના આગેવાન ગિરીશભાઈ પરમાર અને અનિલભાઈ સોલંકી દ્વારા પી.આઈ છાસિયા સાહેબનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.