માળીયા હાટીનામાં દોઢ મહિના પહેલા આયુર્વેદિક દવાના નામે કેફી પ્રવાહી વેચવાનો મામલો સામે આવ્યો હતો, જે અંગે આજે પોલીસે ડીલર/મુખ્ય ડીલર સહિત બે શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. માળીયા હાટીનાના પી.આઇ. એસ.આઇ.મંધરાએ ગુનો દાખલ કર્યો છે

માળીયા હાટીનામાં દોઢ મહિના પહેલા આયુર્વેદિક દવાના નામે કેફી પ્રવાહી વેચવાનો મામલો સામે આવ્યો હતો, જે અંગે આજે પોલીસે ડીલર/મુખ્ય ડીલર સહિત બે શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. માળીયા હાટીનાના પી.આઇ. એસ.આઇ.મંધરાએ ગુનો દાખલ કર્યો છે


તા.૧૮/૦૬/૨૦૨૨નાં રોજ એસ.ઓ.જી. જુનાગઢનાં પો.ઇન્સ. એસ.એન.ગોહીલ સાહેબ તેમજ તેમની કચેરીનાં પો.સ્ટાફનાં માણસો તેમજ માળીયા હાટીના પો.સ્ટે.નાં ઈચા. પો.સબ ઇન્સ. એસ.એન.ક્ષત્રિય તેમજ પો.સ્ટાફનાં માણસો અને તેમજ ફ્રૂટ એન્ડ ડ્રગ્સ વિભાગનાં ડ્રગ ઇન્સપેક્ટર સતિષ ભુવા સાહેબ એ રીતેનાં સ્ટાફે માળીયા હાટીના તાલુકા તેમજ આજુ બાજુનાં વિસ્તારમાં આવેલ દુકાનોમાં ગેરકાયદેસર રીતે આયુર્વેદીક દવાની બોટલોનું વેચાણ થતુ હોય તેની બાતમી આધારે તપાસ કરવામાં આવેલ જેમાં જુદી-જુદી પાન-બીડીની દુકાનોએથી આયુર્વેદીક દવાની પ્લાસ્ટીકની બોટલો ગેરકાયદેસર રીતે કોઇ પાસ પરમીટ કે આધાર વગર મળી આવેલ જેથી જે તે વખતે આ ગે.કા. જથ્થો માળીયા હાટીના પોલીસ સ્ટેશન ખાતે સીઝ કરવામાં આવેલ જે આયુર્વેદીકની બોટલોની કેમીકલ તપાસણી ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરી વડોદરા ખાતે કરાવવામાં આવેલ જેમાં આયુર્વેદીક દવા(કેમીકલ)ની બોટલો પૈકી (૧) Relaxo MOOD SUPPORT Stress Relief 500 ml ની બોટલોનાં સેમ્પલોમાં 20.27% VV ethyl alcohol ની હાજરી શોધાયેલ હોય જે અંગેનો કેમીકલ અભિપ્રાય આવી જતા આ અંગે માળીયા હાટીના ટાઉનમાં આ આયુર્વેદીક દવા(કેમીકલનાં નામે આલ્કોહોલીક પદાર્થ(પ્રવાહી)નું વેચાંણ કરતા - ગુ.ર. ન..૧૧૨૦૩૦૧૨૨૨૦૨૬૬/૨૦૨૨ પ્રોહી એક્ટ કલમ ૬૫ એએ, ૮૧ મુજબ- મુદામાલઃ- Relaxo MOOD SUPPORT Stress Relief 500 ml ની બોટલ નંગ-૩૯ કિ.રૂ. ૮,૫૮૦

આરોપીઓ (૧) કાનો ઉર્ફે કાનન અશોક દવે રહે.માળીયા હાટીના (ડીલર) (૨) દિવ્યરાજસિંહ જાડેજા ભાવનગર ઘોઘા રોડ દીવ આયુર્વેદીક કેર(ઉત્પાદક/મુખ્ય ડીલર) સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

માળીયા હાટીના દોઢ મહિના પહેલા આયુર્વેદિક દવાના નામે કેી પ્રવાહી વેચવાનો મામલો સામે આવ્યો હતો, જે અંગે આજે પોલીસે ડીલર/મુખ્ય ડીલર સહિત બે શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. માળીયા હાટીનાના પી.આઇ. એસ.આઇ.મંધરાએ ગુનો દાખલ કર્યો છે

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »