દામનગર શ્રી કુંભનાથ મહાદેવ ની પાલખી યાત્રા યોજાય સમગ્ર શહેર સજ્જડ બંધ સામાજિક સંવાદિતા નો દર્શનીય નજારો અઢારે આલમ માં અદમ્ય ઉત્સાહ - At This Time

દામનગર શ્રી કુંભનાથ મહાદેવ ની પાલખી યાત્રા યોજાય સમગ્ર શહેર સજ્જડ બંધ સામાજિક સંવાદિતા નો દર્શનીય નજારો અઢારે આલમ માં અદમ્ય ઉત્સાહ


દામનગર શ્રી કુંભનાથ મહાદેવ ની પાલખી યાત્રા યોજાય

સમગ્ર શહેર સજ્જડ બંધ સામાજિક સંવાદિતા નો દર્શનીય નજારો અઢારે આલમ માં અદમ્ય ઉત્સાહ

દામનગર સમસ્ત શહેર આયોજિત શ્રી વેજનાથ મહાદેવ થી શ્રી કુંભનાથ મહાદેવ મંદિર જતી ભવ્ય પાલખી યાત્રા માં હજારો શ્રધ્ધાળુ ભાવિકો જોડાયા વેજનાથ મહાદેવ મંદિર થી બપોર ના ૩-૦૦ કલાકે પ્રસ્થાન થયેલ પાલખી યાત્રા સરદાર ચોક ખાતે મોટા પીર ની દરગાહ પર ચાદર ચડાવી પૃષ્ટિયમાર્ગી હવેલી ખાતે ભગવાન શ્રી કૃષ્ણ મેળાપ કરી મુખ્ય બજાર માં પ્રવેશી રસ્તા માં આવતા દરેક ધર્મ સ્થાનો લાડનશા પીર ચાદર ચડાવી રામજીમંદિર પુષ્પહાર કરી શ્રી રોકડીયા હનુમાનજી મંદિર ખોડિયાર ચોક ખોડિયાર માતાજી પુષ્પહાર કરી મુખ્ય બજારો માં શ્રી કુંભનાથ મહાદેવ સેવક સમુદાય દ્વારા ભોળાનાથ ના પ્રિય ગણ દેવો ની વેશભૂષા સાથે ભવ્ય પાલખી યાત્રા મોટા બસ સ્ટેન્ડ તરફ જતા રોડ રસ્તા ની બંને તરફ અકડેઠઠ માનવ મેદની શંખનાદ અને ડમરુ ની ધ્વનિ સાથે એક કિમિ જેટલી લાંબી પાલખી યાત્રા યોજાય શ્રી કુંભનાથ મહાદેવ ના દર્શન માટે કતારબંધ ભાવિકો કલાકો સુધી ખડેપગે રહ્યા રાષ્ટ્રીય ધ્વજ ત્રિરંગા અને વિવિધ ધર્મ ધ્વજ અને પ્રતીકો સાથે ભોળાનાથે કરી નગર ચર્યા કોમી એકતા ના દર્શન અઢારે આલમ ની ઉપસ્થિતિ ઠેર ઠેર ચા શરબત પ્રસાદ અલ્પહાર ના વિવિધ સમાજ દ્વારા સેવા સ્ટોલ સામાજિક સંવાદિતા ના દર્શનીય નજારા સાથે ઓમ ગ્રુપ ના બ્રહ્મકુમાર દ્વારા વૈદિક મંત્રોચ્ચાર અને હરહર મહાદેવ ના ગગન ભેદી નાદ કરતી ભવ્ય અને દિવ્ય પાલખી યાત્રા શ્રી કુંભનાથ મંદિરે પહોંચતા શ્રધ્ધાળુ ભાવિકો નું ઘોડાપુર ઉમટી પડ્યું ધ્વજ રોહન સાથે મહા આરતી મહાપ્રસાદ ની વ્યવસ્થા ઉદારદિલ દાતા ના સહયોગ થી સુંદર વ્યવસ્થા સાથે પાંચ હજાર થી વધુ ભાવિકો એ મહાપ્રસાદ ફરાળ નો લાભ મેળવ્યો સમસ્ત કુંભનાથ મહાદેવ સેવક સમુદાય ઓમ ગ્રુપ ના યુવાનો સ્વંયમ સેવકો ની અદભુત સેવા જોવા મળી પાલખી યાત્રા ના રૂપ ઉપર સ્થાનિક પી એસ આઈ છોવાળા સહિત ૬૦ થી વધુ પોલીસ સ્ટાફ જી આર ડી જવાનો સતત ખડે પગે રહ્યા પાલખી યાત્રા ના રૂટ ઉપર ઠેર ઠેર દર્શનાર્થીઓ રોડ રસ્તા ની બંને બાજુ લાઈનબદ્ધ દાદા ના દર્શન કર્યા પાલખી યાત્રા ને ભવ્ય સફળતા મળી સમગ્ર શહેર બપોર પછી સજ્જડ બંધ રહી પાલખી યાત્રા માં જોડાયું હતું

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon