ભગવતીપરાની બજારમાંથી શિક્ષિકાના પર્સમાંથી મોબાઈલની તફડંચી - At This Time

ભગવતીપરાની બજારમાંથી શિક્ષિકાના પર્સમાંથી મોબાઈલની તફડંચી


ભગવતીપરામાં દર રવિવારે ભરાતી ગુજરી બજારમાં આટો મારવા ગયેલા વેપારીના પત્નીના મોબાઈલની તફડંચી થતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. બનાવની પ્રાપ્ત વિગત મુજબ સંત કબીર રોડ પર આવેલા ખોડીયાર આશિષ એપાર્ટમેન્ટમાં રહેતા અને રમકડાનો વેપાર કરતાં ગૌરાંગભાઈ નટવરલાલ મસોયા (ઉ.વ.38)એ ફરિયાદમાં જણાવ્યું હતું
કે પોતે લોહાણાપરામાં રઘુનાથઆર્કેડસ કોમ્પ્લેક્ષમાં એમ.બી. એન્ટરપ્રાઇઝ નામની રમકડાની દુકાન ચલાવે છે. તેમજ પત્ની હેતલબેન પેડક રોડ પર આવેલી નોબલ સ્કૂલમાં શિક્ષિકા ફરજ બજાવે છે. ગઇ તા. 11-9નાં રોજ બપોરના સમયે તેમના પત્ની હેતલબેન અને સાળી સેજલબેન બંને ભગવતીપરામાં ગુજરી બજારમાં ખરીદી કરવા માટે ગયા હતા ત્યારે 12-30 વાગ્યે પોતાના મોબાઈલ પર સેજલબેનનો ફોન આવ્યો કે હેતલનો મોબાઈલ ફોન કોઇ ચોર-ગઠીયો પર્સમાંથી નજર ચૂકવી લઇ ગયો છે. જેથી તુરંત પોલીસ મથકમાં પહોંચી રુા. 14,000નો મોબાઈલ ચોરાયાની ફરિયાદ નોંધાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.