*અમારે પાકું મકાન બનતા અમારા પરીવાર પ્રત્યે સામાજિક દ્રષ્ટીકોણ બદલાયો છે.-લાભાર્થી રઘાભાઇ રબારી* - At This Time

*અમારે પાકું મકાન બનતા અમારા પરીવાર પ્રત્યે સામાજિક દ્રષ્ટીકોણ બદલાયો છે.-લાભાર્થી રઘાભાઇ રબારી*


*અમારે પાકું મકાન બનતા અમારા પરીવાર પ્રત્યે સામાજિક દ્રષ્ટીકોણ બદલાયો છે.-લાભાર્થી રઘાભાઇ રબારી*
*********
*રઘાભાઇ રબારીને મળ્યો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ*
**********

છેવાડાના માનવીઓની પ્રાથમિક જરૂરીયાતો પુરી થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.રાજ્યના નાગરીકોનું જીવન ધોરણ ઊંચુ આવે તે માટે સરકારશ્રીની વિવિધ યોજનાઓ અમલી છે. સાબરકાંઠા જિલ્લામાં તલોદ તાલુકાના ઉજેડીયા ગામે રબારી રઘાભાઇ માલજીભાઇને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મર્યો છે.

લાભાર્થી રઘાભાઇ રબારી જણાવે છે કે પેહલા કાચા મકાનમાં રેહતા હતા ત્યારે જીવનમાં વસવસો હતો કે પાકું મકાન કયારે બનાવી શકીશું.વળી ચોમાસા,શિયાળા અને ઉનારામાં ખુબ જ તકલીફ પડતી હતી. કિંમતી ચીજ વસ્તુઓ પણ સચવાતી ન હતી. બાળકોને અભ્યાસમાં તકલીફ પડતી હતી. બાળકોની સુરક્ષા અર્થે જીવજંતુઓનો પણ ડર રહેતો હતો. સરકારશ્રી તરફથી પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળતા મારી આ બધી ચિંતા દૂર થઇ છે. અને કાચા મકાન માથી આજે સરકારશ્રીની પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાયથી પાકું મકાન બનાવી શક્યા અને ગામમાં માન મોભો વધ્યો છે.આ માટે સરકારશ્રીનો અને વડાપ્રધાનશ્રીનો આભાર માનું છું.
**********


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.