સાંઢિયાપુલની ફાઈલ મનપાને પરત મોકલી કહ્યું, ફૂટપાથની ડિઝાઈન બદલો, ખર્ચ નહીં આપીએ - At This Time

સાંઢિયાપુલની ફાઈલ મનપાને પરત મોકલી કહ્યું, ફૂટપાથની ડિઝાઈન બદલો, ખર્ચ નહીં આપીએ


રેલવેની માલિકીનો બ્રિજ હોવાથી મનપાએ નવા બ્રિજના 50 ટકા રકમ માગી પણ તેનો અસ્વીકાર કરાયો.

રેલવેને સાથે રાખી જોઈન્ટ ફિઝિબિલીટી સરવે કરે તેવી માગ કરી, માત્ર મંજૂરીમાં જ વધુ બે મહિના વિતી જશે.

રાજકોટ શહેરમાં દાયકાઓ જૂનો સાંઢિયા પૂલ જર્જરિત અવસ્થામાં છે. આ બ્રિજ રેલવેની માલિકીનો છે પણ તેઓએ જડ વલણ રાખીને જાણે બ્રિજને કારણે કોઇ અકસ્માત થાય તો તેની જવાબદારી જ નથી તેવું માની બ્રિજ બનાવવાની સ્પષ્ટ ના પાડી છે. તેની સામે વાહનવ્યવહાર અને સુરક્ષાને ધ્યાને લઈને મનપાએ બ્રિજ બનાવવા તૈયારી દર્શાવી અને અડધો ખર્ચ માગ્યો તો તે માટે પણ ઈનકાર કરી દેવાયો છે. બ્રિજને લઈને કોઇપણ જવાબદારી ઉઠાવવા ન તૈયાર થતું રેલવે હવે મનપાને કામ કરવા પણ દેતું નથી અને ડિઝાઈનમાં પરિવર્તન કરાવવા માટે બીજી વખત ડ્રોઈંગ પરત મોક્લ્યું છે અને ફૂટપાથની વ્યવસ્થા નથી તેવું બહાનું કાઢ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.