કનેસરાથી વનવિભાગ દ્વારા બે સાપનુ સફળતા રેસ્ક્યુ - At This Time

કનેસરાથી વનવિભાગ દ્વારા બે સાપનુ સફળતા રેસ્ક્યુ


કનેસરાથી વનવિભાગ દ્વારા બે સાપનુ સફળતા રેસ્ક્યુ

જસદણના કનેસરા ગામે બસસ્ટેન્ડમા કોબ્રા સાપ જોવા મળ્યો હતો. તેની જાણ વનકર્મી રમેશભાઈ કુકડીયાને થતા તાત્કાલિક સ્થળ પર આવી સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામા આવ્યુ હતુ. જેથી લોકોને રાહત થઈ હતી. તેમજ તે જ દિવસે લખાવાડ ગામે દુર્લભ ગણાતા રૂપસુંદરી સાપ નીકળતા તેનુ પણ સફળતા પૂર્વક રેસ્કયુ કરી બંને સાપને સલામત સ્થળે રિલીઝ પણ કરવામા આવ્યા હતા. રમેશભાઈ કુકડિયા જયારે પણ આજુબાજુ સાપ નીકળે ત્યારે રેસ્ક્યુ કરી અવિરત સેવા કરતા રહે છે.

તસવીરો કરશન બામટા આટકોટ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.