માળીયા હાટીના વિસ્તારના વડીયા ગામેથી રૂપિયા ૨,૭૭,૦૦૦ ના મુદામાલ સાથે ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી માળીયા હાટીના પોલીસ - At This Time

માળીયા હાટીના વિસ્તારના વડીયા ગામેથી રૂપિયા ૨,૭૭,૦૦૦ ના મુદામાલ સાથે ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી માળીયા હાટીના પોલીસ


માળીયા હાટીના પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ બી.કે.ચાવડા તથા પોલીસ સ્ટાફ માણસો પોતાના બાતમીદારોને કાર્યરત કરેલ તેના ફળસ્વરૂપે એ.એસ.આઇ. વી.એમ.કોડીયાતર તથા પો.કોન્સ. રાજુભાઇ બચુભાઇ વાઢેર ને સંયુકત ચોકકસ અને આધારભુત બાતમી હકીકત મળેલ કે લાઠોદ્રા ગામનો સુરેશ ઉર્ફે અજીત રામાભાઇ પાણકવા બાજુથી ઇકો ફોરવ્હીલ જેના રજી.નં.GJ-11-CH-2960 વાળીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો લઇને આવે છે. તેમ હકીકત મળતા તેની વોંચમાં રહેલ દરમ્યાન આરોપી સુરેશભાઇ ઉર્ફે અજીત રામાભાઇ કરમટા લાઠોદ્રા ગામ તાલુકો માળીયા હાટીના વાળો ઇકો ફોરવ્હીલ કાર રજી.નં. GJ-11-CH-2960 માં ગેરકાયદાસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂની ઓલ્ડ મોન્ક ત્રીપલ એકસ રમ નામની ૭૫૦ ML ની કુલ બોટલ નંગ – ૧૮૦ કિ.રૂ.૭૨,૦૦૦/- તથા ઇકો ફોરવ્હીલ કાર કિ.રૂ.૨,૦૦,૦૦૦/- તથા મો.ફોન – ૧ કિ.રૂ.૫,૦૦૦ મળી કુલ રૂ.૨,૭૭,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડેલ અને ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂનો ગણનાપાત્રનો કેશ શોધી કાઢી હાજર મળી આવેલ અજીત રામાભાઇ કરમટા,હાજર નહી મળેલ ભરતભાઇ રહે.અમરાપુર બન્ને આરોપીઓની વિરૂધ્ધમા ધોરણસરની કાર્યવાહી કરી પ્રોહી એકટ કલમ ૬૫-ઇ,૮૧,૧૧૬(બી),૯૮(૨) મુજબ મુજબનો ગુન્હો માળીયા હાટીના પોલીસ સ્ટેશનમા રજીસ્ટર કરવામા આવેલ છે.

આ રેડને સફળ બનાવવા માળીયા હાટીના પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.કે.ચાવડા તથા એ.એસ.આઇ વી.એમ.કોડીયાતર તથા એચ.એસ.બલદાણીયા તથા પોલીસ હેડ કોન્સ. એન.એમ.ધ્રાંગડ તથા કે.આર.ડાંગર તથા પો.કોન્સ.દિલાવરસિંહ વાલાભાઇ મોરી તથા માનસિંહ લક્ષમણભાઇ ખેર તથા રાજુભાઇ બચુભાઇ વાઢેર તથા વીમલભાઇ વીઠલભાઇ ડોબરીયા તથા વીજયભાઇ મેઘાભાઇ બાબરીયા તથા ડ્રા.પો.કોન્સ.મીલનભાઇ હરદાસભાઇ વિગેરે માળીયા હાટીના પોલીસ સ્ટાફએ સાથે રહી આ ઉમદા કામગીરી કરેલ છે.

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.