ભારતીય યુવક કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી પદે જીંજરના હરપાલસિંહ ચુડાસમા ની નિમણૂક થતા ધંધુકા માં ઉત્સાહભેર સ્વાગત કરાયું. - At This Time

ભારતીય યુવક કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી પદે જીંજરના હરપાલસિંહ ચુડાસમા ની નિમણૂક થતા ધંધુકા માં ઉત્સાહભેર સ્વાગત કરાયું.


ભારતીય યુવક કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી પદે જીંજરના હરપાલસિંહ ચુડાસમા ની નિમણૂક થતા ધંધુકા માં ઉત્સાહભેર સ્વાગત કરાયું. વિશાળ સંખ્યામાં આગેવાનો, વ્યાપારીઓ, કાર્યકરો, કોંગ્રેસ સંગઠનના હોદ્દેદારોએ હાજરી આપી.
ભારતીય યુવક કોંગ્રેસ ના રાષ્ટ્રીય મહામંત્રી પદે જીંજર ના હરપાલસિંહ ચુડાસમાની વરણી થતા તેઓ પદ ગ્રહણ બાદ પ્રથમ વખત વતન ધંધુકાની મુલાકાતે આવતા સ્થાનિક ગ્રામજનો, કોંગ્રેસ આગેવાનો અને સંસ્થાઓ દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું, રેલી સ્વરૂપે પુનિત ચોક થઈ બાબાસાહેબ આંબેડકર ચોક ખાતે પહોંચી હતી ડીજે પર દેશભક્તિ ના ગીતો ના તાલે ઠેર ઠેર પુષ્પ વર્ષા અને ફૂલહાર સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર ખાતે યુવક કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી હરપાલસિંહ ચુડાસમાની મુલાકાત ને લઈ કોંગ્રેસ કાર્યકર્તાઓ માં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. બેનરો, હોર્ડિંગ્સ અને કોંગ્રેસની ધજા પતાકા સાથે ભવ્ય રેલી યોજી ધંધુકા શહેરના મુખ્ય ચાર રસ્તા પાસે ભવ્ય સ્વાગત કર્યું હતું રેલીના માર્ગ પર દુકાનધારકો અને શાકભાજીના થડા વાળાઓ તેમજ તમામ દુકાનદારોએ પણ હર્ષોલ્લાસ સાથે સ્વાગત કર્યું હતુ. ધંધુકાના સંત પુનિત મહારાજ ની પ્રતિમાને પુષ્પાંજલી કરી હતી તો બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને માલ્યાર્પણ કરવામાં આવ્યું હતું આ તકે ભવ્ય સ્વાગત બદલ કાર્યકર્તાઓ અને પંથક વાસીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી ગુજરાત ની વિધાનસભાની ચૂંટણીઓમાં લોકો ભાજપ થી નારાજ છે ત્યારે કોંગ્રેસ પાર્ટી સતત પ્રજા ના પ્રશ્નો ને લઈ આંદોલન કરી રહી છે અને ચોક્કસ ચૂંટણી માં વિજય મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ત્યારે સમગ્ર પંથકના ગૌરવ સમાન અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના નાના એવા એક બુથ ધરાવતા ઝીંઝર ગામના યુવાન હરપાલસિંહ ચુડાસમા ને રાષ્ટ્રીય સ્તરે પદ મળતા પંથકમાં ખુશી જોવા મળી હતી.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.