દંપતી સાથે છેતરપિંડી કરી:કેનેડાના વિઝા-પીઆર અપાવવાનું કહી રૂ.5 લાખ લઈ કન્સલ્ટન્ટ ફરાર
નિર્ણયનગરની શિવદર્શન સોસાયટીમાં રહેતા પ્રજ્ઞેશકુમાર પટેલ(32)ના પત્નીને કેનેડા જવાનું હોવાથી તેઓ કન્સલ્ટન્ટની શોધખોળ કરી રહ્યા હતા. 11 મહિના પહેલા તેઓ વિજય ચાર રસ્તા પાસેના ધ લિંક બિલ્ડિંગમાં આવેલી ઉમિયા ઓવરસીઝની ઓફિસે ગયા હતા. ત્યાં તેમને જણાવ્યું હતું કે, આ ઓફિસમાં માત્ર સ્ટુડન્ટ વિઝાનું જ કામ થાય છે. તમારે કેનેડાના વિઝા અને પીઆરનું કામ હોય તો અમારી ગાંધીનગર કુડાસણ ઉગતી કોર્પોરેટ પાર્કમાં આવેલી ઉમિયા ઓવરસીઝની ઓફિસમાં જવું પડશે. જેથી પ્રજ્ઞેશભાઈ અને તેમના પિતા કુડાસણ ખાતેની ઓફિસે ગયા હતા. ત્યાં અંકિત પટેલ અને વિશાલ પટેલ તેમને મળ્યા હતા. તે બંનેને વિઝા માટે ની વાત કરતા તેમણે કહ્યું હતુ કે, 65 લાખમાં કેનેડાના વિઝા અને પીઆરનું કહી શરૂઆતમાં 5 લાખ આપ્યા હતા. તેમજ પત્નીના ઓરિજન પાસપોર્ટ, જન્મના પ્રમાણપત્ર, મેરેજ સર્ટિફિકેટ, સ્કૂલ લિવિંગ, માર્કશીટ, પાનકાર્ડ, આધાર કાર્ડ સહિતના ડોકયુમેન્ટસ લીધા હતા. વિઝા મળ્યા બાદ 20 લાખ, કેનેડા ગયા પછી 40 લાખ આપવા કહ્યું હતું કુડાસણની ઉમિયા ઓવરસીઝે દંપતી સાથે છેતરપિંડી કરી
રૂ.65 લાખમાં દંપતીને કેનેડાના વિઝા અને પીઆર અપાવવાનું કહીને ગાંધીનગર કુડાસણમાં આવેલી ઉમિયા ઓવરસીઝના 4 માલિકે રૂ.5 લાખ લીધી બાદ વિઝા કે પીઆર અપાવ્યા વગર ચારેય માલિકોે ફોન તેમજ ઓફિસ બંધ કરી ફરાર થઈ ગયા છે. પૈસા અને ડોકયુમેન્ટસ આપ્યા બાદ પ્રજ્ઞેશભાઈએ આગળની પ્રોસેસ વિશે પૂછતા તે બંનેએ કહ્યું હતું કે, હવે આગળની પ્રોસેસ સ્મિત પટેલ અને ઉમંગ પટેલ જોશે. તેવું કહી તે બંનેના નંબર આપ્યા હતા. પરંતુ આગળની પ્રોસેસ કરી ન હતી અને તે બંનેએ રૂ.20 લાખ માંગ્યા હતા. જે બાબતે અવાર નવાર બોલાચાલી થતી હતી. દરમિયાનમાં થોડા સમય પહેલા બધાએ ફોન સ્વિચ ઓફ કરી દીધા હતા અને કુડાસણ ખાતેની ઓફિસને તાળા મારી દીધા હતા.
જેથી પ્રજ્ઞેશભાઈ વિજય ચાર રસ્તા પાસેની ઓફિસે જતા ત્યાંથી પણ તેમના અને પત્નીના વિઝા અપાવ્યા ન હતા તેમજ પૈસા કે ડોકયુમેન્ટસ પણ પાછા આપ્યા ન હતા. જેથી આ અંગે પ્રજ્ઞેશભાઈએ ગાંધીનગર લવારપુરના રહેવાસી અંકિત પટેલ, વિશાલ પટેલ, ઉમંગ પટેલ અને સ્મિત પટેલ વિરુદ્ધ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
કન્સલ્ટન્ટે દંપતીને વિઝા અને પીઆરની આખી પ્રોસેસ 18 મહિનાની છે. જેના માટે રૂ.65 લાખનો ખર્ચો થશે. જેમાંથી રૂ.5 લાખ તમારે એડવાન્સ આપવાના છે. જ્યારે રૂ.20 લાખ વિઝા અને પીઆર આવી ગયા પછી અને બાકીના રૂ.40 લાખ કેનેડા એરપોર્ટ પહોંચ્યા પછી આપવાના રહેશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.