એક સંતાનની માતાના મકાનમાં ધરાર પ્રેમીએ તોડફોડ કરી - At This Time

એક સંતાનની માતાના મકાનમાં ધરાર પ્રેમીએ તોડફોડ કરી


શહેરના 150 ફુટ રીંગ રોડ પર રહેતા અને હત્યા તેમજ દારૂના અનેક ગુનામાં સંડોવાયેલા નામચીન શખ્સે પાસામાંથી છુટી ગોકુલધામ પાસેના આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતી એક સંતાનની માતાને ધરાર સંબંધ રાખવાનું કહી મકાનમાં તોડફોડ કરી રૂ.60 હજારનું નુકસાન કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોકુલધામ આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતી રાધિકાબેન મહેન્દ્રભાઇ મકવાણાએ આંબેડકરનગરના નામચીન હિરેન ગોવિંદ પરમાર નામના શખ્સે ધરાર સંબંધ રાખવાનું કહી ટીવીમાં તોડફોડ કરી રૂા.60 હજારનું નુકસાન કર્યાની માલવીયાનગરમાં પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.
પરિણીત હિરેન પરમાર સાથે અગાઉ પ્રેમ સંબંધ હોવાથી એકાદ માસ સુધી પોતાના ત્રણ વર્ષના પુત્ર કેવિન સાથે રહી હતી. દરમિયાન હિરેન પરમાર સામે હત્યાની કોશિષ અને દારૂ અંગેના ગુના નોંધાતા તેની પાસા હેઠળ અટકાયત કરી જેલ હવાલે કરવામાં આવ્યો હોવાથી રાધિકા પોતાના અન્ય બોય ફ્રેન્ડ કિશન ડોડીયા સાથે રહેવા માટે ગોકુલનગર આવાસ યોજનાના કવાર્ટરમાં જતી રહી હતી. જેલમાંથી છુટેલા હિરેન પરમારે ફરી પોતાની સાથે સંબંધ રાખવા દબાણ કર્યુ હતુ પરંતુ રાધિકા પરમારે સંબંધ રાખવાની ના કહેતા ઉશ્કેરાયેલા હિરેન પરમારે મકાનમાં તોડફોડ કરી રૂા.60 હજારનું નુકસાન કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. માલવીયાનગર પોલીસે હિરેન પરમાર સામે ગુનો નોંધી એએસઆઇ વી.જી.બોરીચાએ તપાસ હાથધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.