આગામી લોકસભા ચૂંટણી સંબંધિત કામગીરી અંગે પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા ચૂંટણી અધિકારી જિલ્લા કલેક્ટર ડો.જીન્સી રોયના અધ્યક્ષસ્થાને મીટીંગ યોજાઈ - At This Time

આગામી લોકસભા ચૂંટણી સંબંધિત કામગીરી અંગે પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા ચૂંટણી અધિકારી જિલ્લા કલેક્ટર ડો.જીન્સી રોયના અધ્યક્ષસ્થાને મીટીંગ યોજાઈ


આગામી લોકસભા ચૂંટણી સંબંધિત કામગીરી અંગે પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા ચૂંટણી અધિકારી જિલ્લા કલેક્ટર ડો.જીન્સી રોયના અધ્યક્ષસ્થાને મીટીંગ યોજાઈ

લોકસભા ચૂંટણી-2024 સંબંધિત કામગીરી અંગે પૂર્વ તૈયારીના ભાગરૂપે મીટીંગનું આયોજન કરાયું હતું.જેમાં બોટાદ જિલ્લાનાં મતવિસ્તાર માટે ચૂંટણીલક્ષી તમામ કામગીરી અને વ્યવસ્થાપન ચોકસાઈપૂર્ણ અને સુચારૂ ઢબે પૂર્ણ થાય તે માટે અલગ અલગ વિભાગના અધિકારીઓને નોડલ ઓફીસર તરીકેની કામગીરી સોંપવામાં આવી હતી આ તકે નોડલ ઓફીસર ફોર મેનપાવર,નોડલ ઓફીસર ફોર ઈવીએમ/વીવીપેટ મેનેજમેન્ટ,બેલેટ પેપર,પોસ્ટલ બેલેટ, ડમી બેલેટ પેપર,નોડલ ઓફીસર ફોર મીડીયા મેનેજમેન્ટ,સહિતના નોડલ ઓફીસર તરીકેની જવાબદારીઓ વિવિધ વિભાગના અધિકારીઓને સોંપવામાં આવી હતી,આ તકે તમામ અધિકારીઓને સોંપવામાં આવેલી કામગીરી સમયસર અને સુચારૂ ઢબે થાય તે બાબતે જિલ્લા ચૂંટણી અધિકારી જિલ્લા કલેક્ટર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કે.એન.કાચાએ આગામી લોકસભા ચૂંટણી બાબતે જિલ્લામાં કરવામાં આવી રહેલી તૈયારીઓ બાબતે સૌને માહિતગાર કર્યા હતા.આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર પી.એલ.ઝણકાત,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પટેલ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.