ટી.બી. નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત બાલાસિનોર શહેરના ટીબીના દર્દીઓને દતક લેવાની યોજના નો આરંભ - At This Time

ટી.બી. નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત બાલાસિનોર શહેરના ટીબીના દર્દીઓને દતક લેવાની યોજના નો આરંભ


હવે સરકારના નિ-ક્ષય મિત્ર અભિયાન અંતર્ગત બાલાસિનોર શહેર ના નવાબ સાહેબ અને શહેર ના અગ્રણીઓ તરફથી બાલાસિનોર શહેર ના અર્બન હેલ્થ સેન્ટર ખાતે સારવાર પર મૂકવમાં આવેલ ૦૭ દર્દી ને સારવાર શરૂ રહે ત્યાં સુધી પ્રોટીન યુક્ત કીટ આપવમાં આવશે.

બાલાસિનોર શહેર ના ટીબી રોગ ના દર્દીઓને અક્ષય કીટ અપાઈ હતી તથા હવે સરકાર ના નિ-ક્ષય મિત્ર અભિયાન અંતર્ગત જીલ્લા ક્ષય કેન્દ્રના માર્ગદર્શન દ્વારા ટોર્બી ના હાલ સારવાર પર ના ૦૭ દર્દીઓને કીટ અપાશે. આ કીટ સાથે દર્દીઓને હુક આપી એમની સાથે નિયમિત સંપર્ક માં રહી આત્મીયતા બાંધી નવાબ સાહેબ અને શહેર ના અગ્રણીઓ દ્વારા એમના સ્વાસ્થ વિશે માહિતી પણ એકત્રિત કરવામાં આવશે.વધુમાં આ અંગે નવાબ સાહેબ અને શહેર ના અગ્રણીઓ દ્વારા બાલાસિનોર શહેર ના ટીબી ના દર્દી ને વહેલી તકે પોતાના સ્વાસ્થ માં સુધારો અને બાલાસિનોર શહેરના ટીબીના દર્દીઓ માં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે અને હવે ઝીરો ટીબી કેસ તરફ પ્રયાસરત છે અને વધુ માં વધુ ટીબી રોગીઓની સહાયતા કરવાનો સંકલ્પ લઈને, બાલાસિનોર શહેર ના સામાન્ય નાગરિક, જનપ્રતિનિધિ, બિનસરકારીસંસ્થા, કોર્પોરેટ સંસ્થા ને નિ-ક્ષય મિત્ર બનવા જાણ કરવામાં આવી હતી.
આ અંગે આ મહિના ની કીટ વિતરણમાં જિલ્લા ટીબી ટીમ,તાલુકા આરોગ્ય અધિકારીશ્રી તાલુકા ટીબી સુપરવાઈઝર બાલાસિનોર અને તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અર્બન હેલ્થ મેડીકલ ઓફિસરશ્રી બાલાસિનોર દ્વારા કીટ ની ઉપયોગીતા વિશે દર્દીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.