સુરેન્દ્રનગર શહેરમાં જિલ્લાકક્ષાની એક ડઝન ઓફિસમાં ઈન્ચાર્જ રાજ - At This Time

સુરેન્દ્રનગર શહેરમાં જિલ્લાકક્ષાની એક ડઝન ઓફિસમાં ઈન્ચાર્જ રાજ


- અધિકારીઓની બદલીઓ થાય છે, નિવૃત થાય છે પણ નિમણૂંક થતી નથી- ગ્રામના અંતરિયાળ વિસ્તારોમાંથી આવનારા અરજદારોના અટવાતા કામ : સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવા માટે થઇ રહેલી લોગમાંગણી : કર્મચારીઓના કામને પણ થઇ રહેલી અસરસુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરમાં  જિલ્લાકક્ષાની એક ડઝન સરકારી ઓફિસોમાં ઈન્ચાર્જ અધિકારીઓ દ્વારા વહીવટ ચાલતો હોવાથી અરજદારોના કામો ટલ્લે ચડતા હોવાની ફરીયાદો ઉઠી રહી છે. જેને કારણે ગ્રામ્ય વિસ્તારના અંતરિયાળ સ્થળોએથી આવનારા સેંકડો અરજદારોને ધરમધક્કા ખાવાનો વારો આવે છે. આ અંગેની વિગત એવા પ્રકારની છેકે, સુરેન્દ્રનગરમાં આવેલી જિલ્લાકક્ષાની સરકારી કચેરીઓનો વહીવટ ઈન્ચાર્જ અધિકારીઓથી ચાલી રહ્યો છે. જિલ્લાની એક ડઝન જેટલી સરકારી કચેરીઓમાં જવાબદાર અધિકારીઓ નિવૃત થવાથી અથવા બદલી થવાથી ખાલી પડેલી જગ્યાઓ ઉપર નવા કાયમી અધિકારીની નિમણુંક આપવામાં આવેલી નથી. અઠવાડીયામાં બે-ત્રણ દિવસ હાજરી આપતા ઈન્ચાર્જ અધિકારીઓથી જિલ્લાની મહત્વની કચેરીઓનો વહીવટ મહિનાઓથી ચાલતો હોવાનું જાણવા મળે છે. જિલ્લાકક્ષાની આ કચેરીઓમાં દરરોજ અનેક અરજદારો નાના-મોટા કામ માટે આવતા હોય છે. પરંતુ ઈન્ચાર્જ અધિકારી હાજર ન હોવાથી અરજદારોને ધરમધક્કા થતા હોવાનું જાણવા મળે છે. સરકારી વર્તુળોના કહેવા મુજબ ઈન્ચાર્જ અધિકારી નિયમીત આવતા ન હોવાથી સ્ટાફ પણ સુસ્ત અને નિષ્ક્રિીય થઈ ગયો હોવાનું જોવા મળે છે. જાણકારોના કહેવા મુજબ રાજ્ય સરકાર નવી ભરતીઓ કરતી નથી. જ્યારે બીજી તરફ વયમર્યાદાને કારણે  અધિકારીઓ નિવૃત થતા જાય છે. તેથી ફરજ બજાવતા અધિકારીઓની સંખ્યા ઘટતી જાય છે અને આવા અધિકારીઓ ઉપર કાર્યબોજ વધતો જાય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કાયમી અધિકારી વિના ઈન્ચાર્જ અધિકારીથી ચાલતી સરકારી કચેરીઓમાં ચુંટણી પહેલા કાયમી અધિકારીઓની નિમણુંક કરવામાં આવે તેવી લાગણી અને માંગણી પ્રવર્તે છે. સાસંદ અને ધારાસભ્ય દ્વારા આ બાબતે રાજ્ય સરકારમાં ભારપુર્વક રજુઆત કરવામાં આવે તેવી લાગણી અને માંગણી છે.જિલ્લામાં ઈન્ચાર્જ તરીકે ફરજ બજાવતા અધિકારીઓ

સરકારી વિભાગ

અધિકારી

સીટી સર્વે અધિકારી

સુપ્રિટેન્ડન્ટ...

ખાણખનીજ વિભાગ

મુખ્ય અધિકારી..

વઢવાણ પ્રાંત કચેરી

મામલતદાર

જંગલ વિભાગ(સામાજીક વનીકરણ)

નાયબ વન સંરક્ષક

મહિલા બાળ વિકાસ વિભાગ

મહિલા-બાળવિકાસ અધિકારી

ફુડ એન્ડ ડ્રગ્ઝ વિભાગ

મુખ્ય અધિકારી

ICDS (આંગણવાડી)

પ્રોગ્રામ ઓફીસર

મા.અને.મ.વિભાગ (પંચાયત)

કાર્યપાલક ઈજનેર

મત્સ્ય વિભાગ

નાયબ કમિશ્નર

નશાબંધી વિભાગ

મુખ્ય અધિકારી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.