ગુજરાતમાં રેપના આરોપીઓને છોડી દેવાયા અને સન્માન કરાયુ, મોદીજી તમને શરમ નથી આવતી? :રાહુલ ગાંધી - At This Time

ગુજરાતમાં રેપના આરોપીઓને છોડી દેવાયા અને સન્માન કરાયુ, મોદીજી તમને શરમ નથી આવતી? :રાહુલ ગાંધી


નવી દિલ્હી, તા. 18 ઓગસ્ટ 20222002ના ગુજરાત રમખાણો દરમિયાન દાહોદ વિસ્તારમાં બિલકિસ બાનો નામની મહિલા પર રેપના દોષીઓને છોડી દેવાના મામલામાં હવે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે.રાહુલ ગાંધીએ કહ્યુ છે કે, ભાજપનુ કામ જ બળાત્કારીઓને બચાવવાનુ છે. જેમ કે ઉન્નાવમાં ભાજપે પોતાના એમએલએને બચાવવાનુ કામ કર્યુ હતુ. કઠુઆમાં રેપ કરનારાના સમર્થનમાં રેલી કાઢી હતી. હાથરસમાં રેપ કરનારાની તરફેણમાં ભાજપ સરકાર ઉતરી હતી અને ગુજરાતમાં રેપ કરનારાને છોડી મુક્યા છે અને તેમનુ સન્માન કરાયુ છે.રાહુલ ગાંધીનુ કહેવુ છે કે, ગુનેગારોનુ સમર્થન કરવાની ભાજપની નીતિ મહિલાઓ માટે તેમની હલકી માનસિકતાને દર્શાવે છે. આ પ્રકારની રાજનીતિ પર પીએમ મોદીજી તમને શરમ નથી આવતી?ઉલ્લેખનીય છે કે, બિલકિસ બાનો કેસમાં જેલમાં જનમટીપની સજા કાપી રહેલા 11 દોષીઓને 15 ઓગસ્ટે સજામાં માફી આપીને છોડવામાં આવ્યા હતા. જેને લઈને કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે.આ પહેલા પણ રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, પાંચ મહિનાની પ્રેગનન્ટ મહિલા સાથે રેપ કરનારાઓને આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન છોડી મુકવામાં આવ્યા છે. નારી શક્તિની વાતો કરનારા લોકો આ દેશને શું સંદેશ આપી રહ્યા છે તે સમજ નથી પડતી. પીએમ મોદીજી તમારા વર્તન અને શબ્દો વચ્ચેનુ અંતર દેશ જોઈ રહ્યો છે.આ પણ વાંચોઃ 'મારો ન્યાય પરથી ભરોસો ઉઠી ગયો'- બિલ્કિસ બાનોની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.