રાહુલ ગાંધી ઈલેક્શન મોડમાં, યોગેન્દ્ર યાદવ- મેધા પાટકર સહિતના એક્ટિવિસ્ટ સાથે બેઠક યોજશે, ભારત યાત્રાનુ પણ આયોજન - At This Time

રાહુલ ગાંધી ઈલેક્શન મોડમાં, યોગેન્દ્ર યાદવ- મેધા પાટકર સહિતના એક્ટિવિસ્ટ સાથે બેઠક યોજશે, ભારત યાત્રાનુ પણ આયોજન


નવી દિલ્હી, તા. 18 ઓગસ્ટ 20222024ની લોકસભા ચૂંટણીઓ માટે કોંગ્રેસે અત્યારથી કમર કસવા માંડી છે.કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અત્યારથી જ ચૂંટણી મોડમાં આવી ગયા છે. રાહુલ ગાંધીએ મોદી સરકાર સામે અભિયાન છેડવાના ભાગરુપે વ્યૂહરચના ઘડવા માંડી છે. ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર લોકસભા ચૂંટણીની તૈયારી માટે રાહુલ ગાંધી 22 ઓગસ્ટે સિવિલ સોસાયટીના સભ્યો તેમજ સંગઠનો સાથે બેઠક યોજવાના છે. આ બેઠકમાં યોગેન્દ્ર યાદવ, મેધા પાટકર જેવા એક્ટિવિસ્ટ પણ સામેલ થાય તેવી શક્યતા છે.રાહુલ ગાંધી આ સંગઠનો સાથે વાતચીત કરીને તેમના મુદ્દા સાંભળશે અને પોતાના વિચાર પણ રજૂ કરશે.રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા સાત સપ્ટેમ્બરથી કન્યાકુમારીથી શરુ થશે. આ પહેલા રાહુલ ગાંધી ઉપરોક્ત બેઠક યોજવાના છે. જેમાં સમાજના વિવિધ ક્ષેત્રમાં કામ કરનારા લોકો હાજર રહે તેવા પ્રયાસો થઈ રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, 2014માં યુપીએ સરકાર સામે વિપક્ષોએ જેવી રણનીતિ અપનાવી હતી તેવી જ વ્યૂહરચના રાહુલ ગાંધી હવે એનડીએને હરાવવા માટે અપનાવવા માંગે છે. 2014 પહેલા ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શન બેનર હેઠળ ઘણા સંગઠનોએ મનમોહન સરકાર સામે માહોલ ઉભો કર્યો હતો. એક દેશવ્યાપી આંદોલન છેડવામાં આવ્યુ હતુ અને તેના કારણે યુપીએને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.રાહુલ ગાંધી પણ આ જ પ્રકારે ભાજપ સરકારના નબળા પાસા સામે એક વ્યાપક જનમત ઉભો કરવા માંગે છે. જેમાં બેરોજગારી, ખેડૂતોની સમસ્યા અને ઈકોનોમી જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.