સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડાની ગાંધીનગર ખાતે આઈબી બદલી થતા વિદાય સમારંભ યોજાયો. - At This Time

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડાની ગાંધીનગર ખાતે આઈબી બદલી થતા વિદાય સમારંભ યોજાયો.


બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ બજાવતા હરેશકુમાર દુધાતની પણ બદલી કરી અને ગાંધીનગર આઈબી વિભાગમાં પોલીસ વડા તરીકે તેમને મૂકવામાં આવ્યા છે ત્યારે બદલી થતાં વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો ત્યારે સુરેન્દ્રનગરના ભાગ્યોદય પાર્ટી પ્લોટ ખાતે જિલ્લા પોલીસ વડાનો હરેશકુમાર દુધાતનો ભવ્ય વિદાય સંભારમ યોજવામાં આવ્યો છે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા હરેશકુમાર દુધાતે જિલ્લામાં 16 મહિના સુધી જિલ્લા પોલીસવડા તરીકે ફરજ બજાવી ત્યારે 16 મહિનામાં જિલ્લામાં ક્રાઈમ કંટ્રોલ થાય અને સતત જિલ્લાનો વિકાસ થાય કોઈ કાયદાકીય રીતે હેરાન ન થાય તેવા પ્રકારના પ્રયાસો સતત હાથ ધરવામાં આવ્યા છે ત્યારે જિલ્લામાં 16 મહિના દરમિયાન બનેલી હત્યા કેસો તથા અન્ય ગુનાઓનું ડિટેકશન પણ સારું એવું કરવામાં આવ્યું છે તેનો તમામ શ્રેય જિલ્લા પોલીસ વડા હરેશકુમાર દુધાતને જઈ રહ્યો છે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ આમ તો સારી એવી કામગીરી કરતી જ હોય છે પરંતુ સાચું માર્ગદર્શન અને બહોત અધિકારી હોય તો આ કામગીરી સરળતાથી અને ઝડપી અને કુનેહ પૂર્વક થઈ શકે તેવી જ કામગીરી છેલ્લા 16 મહિનામાં થઈ છે એક સમયે સુરેન્દ્રનગર જિલ્લો ઇ ગુજકોપ છે સરકારી તમામ પ્રકારની પોલીસને લગતી વિગતો ઓનલાઈન દર્શાવતી હોય છે ત્યારે 16 મહિના પહેલા સુરેન્દ્રનગર જિલ્લો 32 માં નંબરે હતો જિલ્લા પોલીસવડા દ્વારા આ બાબતે સતત ફોકસ કરી અને હાલની પરિસ્થિતિ મુજબ તમામ પ્રકારની વિગતો આપવામાં સુરેન્દ્રનગર જિલ્લો છઠ્ઠા ક્રમે આવી ગયો છે આ ઉપરાંત જિલ્લામાં જે જ્ઞાતિ લેવલના ઝઘડાઓ ચાલતા હતા અંદરો અંદરના ઝઘડાઓ ચાલતા હતા તે અંગે જિલ્લા પોલીસવાળા દ્વારા અનેક વખત સમાજના અગ્રણીઓ સાથે બેઠકો કરી અને આવા ઝઘડાઓમાં સમાધાન પણ કરાવ્યા હોવાના કિસ્સા સામે આવ્યા છે 16 મહિનાની કારકિર્દી દરમિયાન રબારી સમાજ વચ્ચે ચાલતા અંદરો અંદરના વિખવાદો ઝઘડાઓ તથા મુસ્લિમ સમાજના અનેક પ્રશ્નો તેમજ અન્યત્ર સમાજ લેવલના કોઈપણ પ્રકારના પ્રશ્નો હોય તો ખુદ જિલ્લા પોલીસ વડા આ મામલે વિચારણા કરી અને બંને પક્ષોને બોલાવે છે અને સમાધાન કરાવતા હોવાનું 16 મહિના દરમિયાન સામે આવ્યું છે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડાના વિદાય સમારંભ કાર્યક્રમમાં તમામ નાયબ પોલીસ અધિક્ષક, પીઆઇ, પીએસઆઇ, પત્રકાર મિત્ર અલગ અલગ બ્રાન્ચમાં ફરજ બજાવી ચૂકેલા પોલીસ કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા ત્યારે જિલ્લામાં વિવિધ પ્રકારની પ્રખ્યાત ચીજ વસ્તુઓ અને વિવિધ પ્રકારની મોમેન્ટો આપી જિલ્લા પોલીસ વડા તરીકેની સારી કામગીરી બિરદાવી અને ત્યારબાદ અગામી જે આઈબી વિભાગમાં વડા તરીકે ફરજ બજાવવાના છે ત્યાં પણ તે સારી એવી કામગીરી કરી શકે તેવી ઇષ્ટદેવને પોલીસ પરિવાર દ્વારા પ્રાર્થના કરવામાં આવી છે અને વિવિધ પ્રકારની મોમેન્ટો આપી અને પોલીસ પરિવારે પણ જિલ્લા પોલીસ વડાનો આભાર વ્યક્ત કર્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.