પૂનમ નિમિત્તે શ્રી દાદાનું દિવ્ય ષોડશોપચાર પૂજન - At This Time

પૂનમ નિમિત્તે શ્રી દાદાનું દિવ્ય ષોડશોપચાર પૂજન


શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી પૂનમ નિમિત્તે મંદિરમાં સાંજે 05:30 કલાકે શ્રી કષ્ટભંજનદેવનું દિવ્ય ષોડશોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યુ હતું. ફૂલોનો શણગાર સાથોસાથ ફળ,પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવ્યા હતા, પુષ્પવર્ષા કરવામાં આવેલ, સાંજે 7:0 કલાકે શ્રી કષ્ટભંજનદેવની સંધ્યા આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)દ્વારા કરવામાં આવી હતી, હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ..

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.