તીર્થધામ ઘેલાં સોમનાથની સભ્ય સમિતિ નિમણુંક અંગે ભારે ઝંઝાવાત: પુર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહીલની મુખ્યમંત્રીને રજુઆત - At This Time

તીર્થધામ ઘેલાં સોમનાથની સભ્ય સમિતિ નિમણુંક અંગે ભારે ઝંઝાવાત: પુર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહીલની મુખ્યમંત્રીને રજુઆત


તીર્થધામ ઘેલાં સોમનાથની સભ્ય સમિતિ નિમણુંક અંગે ભારે ઝંઝાવાત: પુર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહીલની મુખ્યમંત્રીને રજુઆત

જસદણ નજીક આવેલા વિખ્યાત તીર્થધામ શ્રી ઘેલાં સોમનાથ મહાદેવ મંદિરમાં તાજેતરમાં સરકારે એક ૧૪ સભ્યોની સમિતિ બનાવી જેમાં કોળી સમાજ સહિત અન્ય કેટલાંક સમાજની અવગણના કરીને આ સમિતિના સભ્ય તરીકે સ્થાન ન આપતાં આ અંગે જસદણ વીંછિયા મત વિસ્તારના પુર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહીલએ રાજયના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહીત અન્ય લાગતાં વળગતા મંત્રી અને અધિકારીઓને આ મંદિરની સમિતિમાં કોળી સમાજ સહિત અન્ય સમાજના લોકોનો સભ્ય તરીકે સ્થાન સાથે તેમની મુદ્દતમાં ઘટાડો થાય જેથી દરેક સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મળે એવી રજુઆત સાથે જો કોઈ માંગણી મુજબ કોઈ ફેરફાર નહિ કરવામાં આવે તો આંદોલનના ઝટકા પણ લાગશે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી પુર્વ ધારાસભ્ય ભોળાભાઈ એ રજૂઆતમાં જણાવ્યું હતું કે તાજેતરમાં સરકારે ઘેલાં સોમનાથ મહાદેવ મંદિરમાં ૧૪ સભ્યોની સમિતિ બનાવી જેમાં ૧૪ સભ્યમાં ફ્કત સાત જ સમાજનો સમાવેશ કરવામાં આવ્યો છે કોળી સહીત અન્ય કેટલાંક સમાજના મહત્વના સેવાભાવીઓને બાકાત કરી નાખવામાં આવેલ છે સભ્ય તરીકેનો કાર્યકાળ પણ પાંચ વર્ષનો રાખ્યો છે ત્યારે આ સમિતિમાં નો રીપિટની થીયરી અને બે વર્ષની મુદ્દત બન્ને તાલુકામાંથી કણબી પટેલ અને કોળી પટેલ મોટો સમાજ છે તેથી બન્ને સમાજમાંથી ચાર ચાર સભ્યોનો સમાવેશ કરવામાં આવે તે ઉપરાંત બન્ને તાલુકાના અન્ય સમાજના એક એક સભ્યોનો સમાવેશ કરવાથી ઘેલા સોમનાથ મંદિરનો વિકાસ પુર ઝડપે થશે જો આમ નહી કરવામાં આવે તો અમો આંદોલનના માર્ગે જઈશું પુર્વ ધારાસભ્ય એ આ પત્રમાં એક મહત્વની વાત કહી હતી કે ઘેલાં સોમનાથ મહાદેવ મંદિરમાં વિકાસના કામો કરવા માટે કરોડો રૂપિયા રકમની ગ્રાન્ટ પડતર પડી છે હજું મહત્વના કામો કરવાના પણ બાકી રહ્યાં છે ત્યારે દરેક સમાજના ન્યાય માટે સરકાર અમારી માંગણીનો સ્વીકાર કરે એ જ આજના સમયની માંગ છે. દરમિયાન જસદણના સામાજિક કાર્યકર અમરશીભાઈ રાઠોડએ જણાવ્યું હતું કે ઘેલાં સોમનાથ મહાદેવ મંદિરમાં હાલ દર્શનાર્થે આવતા ગરીબ ભાવિકો ચોવીસ કલાક માટે રોકાવા માટે વિના મૂલ્યે એક ધર્મશાળાની ઉપરાંત તેમને શરમ ન આવે તેવી ભોજન વ્યવસ્થા કરવામાં આવે એવી જરૂર છે ઘેલાં સોમનાથ મહાદેવના દર્શન માટે દેશભરમાંથી લોકો આવે છે સમાજનાં શ્રીમંતો માટે રૂમ અને જમવાની અઘતન વ્યવસ્થા થઈ શકે છે ત્યારે ગરીબ ભાવિકો માટે વિના મુલ્યે ધર્મશાળા અને ભોજનની વ્યવસ્થા ગોઠવવી જરુરી છે.

હુસામુદ્દીન કપાસી જસદણ મો.9924014352


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.