લક્ષ્મીનારાયણ મંદિર ધર્મા ટ્રસ્ટ ,ના ૧૦૦ વર્ષ નિમિત્તે શતાબ્દી મહોત્સવ ૧૯૨૩ - ૨૦૨૩ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું - At This Time

લક્ષ્મીનારાયણ મંદિર ધર્મા ટ્રસ્ટ ,ના ૧૦૦ વર્ષ નિમિત્તે શતાબ્દી મહોત્સવ ૧૯૨૩ – ૨૦૨૩ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું


લક્ષ્મીનારાયણ મંદિર ધર્મા ટ્રસ્ટ ,ના ૧૦૦ વર્ષ નિમિત્તે શતાબ્દી મહોત્સવ ૧૯૨૩ - ૨૦૨૩ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
આજરોજ તારીખ .૨૨/૫/૨૦૨૩ ૮, માવજી રાઠોડ રોડ વાલપખાડી, મુંબઈ ખાતે શતાબ્દી મહોત્સવ ના કાર્યક્રમ ના ઉપસ્થિત ઓલ ઇન્ડિયા SC ST OBC માયનોટિસ મહાસંઘ ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા ના મુંબઈ પ્રદેશ ઉપાધ્યક્ષ, ગુજરાતી સમાજના નેતા, અને સંત શ્રી રોહીદાસ વંશી વઢિયારા ચમાર સમાજ (રજીસ્ટર) કેન્દ્રીય પંચાયત ના સહમંત્રી, શ્રી આલજીભાઈ પીઠાભાઈ .મારુ, અને તેમની સાથે ઉપસ્થિત કાર્યકર્તા નું સ્વાગત લક્ષ્મીનારાયણના મંદિરના ટ્રસ્ટી /પ્રમુખ ના શ્રી કિશનભાઇ ટી. ડોડીયા, અને શ્રી ભાણજીભાઈ મુ. રાબડીયા, ખજાનચી/ ટ્રસ્ટી અનિલ ધ.સોલંકી, ટ્રસ્ટી અને મુંબઈ મેઘવાળ પંચાયતના કેન્દ્રીય સમિતિ ના પ્રમુખ ઉપપ્રમુખ શ્રી પ્રવીણભાઈ પડાયા દ્વારા કરવામાં આવ્યું સમાજના અને આ કાર્યક્રમમાં મુંબઈમાં વસતા સર્વ સમાજ ના લોકો ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી હતી , લક્ષ્મીનારાયણ મંદિરના 100 વર્ષ પૂરા થયા શતાબ્દી મહોત્સવ આ વાલપકડી વિસ્તારમાં ગુજરાતી સમાજનો અસ્તિત્વ નો ઇતિહાસ ની એક યાદગાર છે આ સ્થળ ઉપર ભારતીય બંધારણના શિલ્પકાર ડૉ બાબા સાહેબ આંબેડકર, મહાત્મા ગાંધી, નેતાજી સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલ, વિઠ્ઠલ પટેલ, જેવા ભારત દેશના અનેકો મહા અનુભવો આ સ્થળે મુલાકાત લીધી હતી , તે સમયના સમાજસેવક મેઘવાળ સુધારક સભાના સેક્રેટરી સ્વ શ્રી સામંત નાનજી મારવાડી અને સ્વ શ્રી શામજી નાનજી મારવાડી જેવા અનુભવી સમાજસેવકો નુ સમાજ હિત માટે મોટું યોગદાન રહ્યું છે તેમજ વાલપકડી વિસ્તારનો બહુમૂલ્ય સમગ્ર ઐતિહાસિક દસ્તાવેજો ની કમ સે કમ સવાસો વર્ષ જૂની માહિતી સંઘરી ને જાળવી રાખનાર લાયન શ્રી ભરતભાઈ મારવાડી અને શ્રી કિશોર મારવાડી, એ જાળવી રાખ્યો છે સંત શ્રી જય રામ સાહેબ ની જગ્યા રામણકા ના મહંત કલ્યાણદાસ બાપુ એ વીર મેઘમાયા, સંત રોહિદાસ, ડૉ બાબા સાહેબ આંબેડકર, વિશે જય પ્રવચન આપ્યું હતું આ ભવ્ય શતાબ્દી મહોત્સવ કાર્યક્રમના સૂત્ર સંચાલક - લક્ષ્મીનારાયણ ધર્માદા ટ્રસ્ટ ના પ્રમુખ /ટ્રસ્ટી શ્રી કિશનભાઇ ડોડીયા , મુંબઈ મેઘવાળ પંચાયત કેન્દ્રીય સમિતિના માજી પ્રમુખ શ્રી જયસિંહ ભાઇ પડાયા, મુંબઈ મેઘવાળ પંચાયત કેન્દ્રીય સમિતિના ઉપપ્રમુખ શ્રી પ્રવીણભાઈ પડાયા , પપ્પુભાઈ રાબડીયા એ કર્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત સામાજિક કાર્યકર્તા શ્રી જીવરાજભાઈ સિંગલ, સમૂહ લગ્નના પ્રણેતા કાનજીભાઈ મીઠાભાઈ મારુ, ઓલ ઇન્ડિયા SC ST OBC માયનોટિસ મહાસંઘ ના રાષ્ટ્રીય સંગઠન પ્રમુખ શ્રી નરેશભાઈ મારુ, સમાજસેવક રાઘવભાઈ સોલંકી, બોરીવલી થી પધારેલ હરેશ બામણી, વિશાલભાઈ મારુ,દિનેશ સોલંકી, મિતેશ મારુ, અશોક સાપરીયા, હરીશ સાપરિયા, સર્વ ઉપસ્થિત રહ્યા હતા
9662147186


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.