નવદંપતી બારમાં ગયું, પતિએ દારૂ પીધા બાદ બારડાન્સરને 1.70 લાખની ટિપ આપી, પત્નીએ વિરોધ કરતા કાઢી મૂકી - At This Time

નવદંપતી બારમાં ગયું, પતિએ દારૂ પીધા બાદ બારડાન્સરને 1.70 લાખની ટિપ આપી, પત્નીએ વિરોધ કરતા કાઢી મૂકી


પતિના આડા સંબંધનો વિરોધ કરતા અન્ય એક પરિણીતાને કાઢી મૂકી

લક્ષ્મીવાડી 9-17માં છેલ્લા ત્રણ મહિનાથી માવતરે રહેતી તૃપ્તિ નામની પરિણીતાએ જામગનર દિગ્વિજય પ્લોટમાં રહેતા પતિ માર્શલ રાજેશભાઇ મોદી અને સાસુ શીતલબેન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગત ફેબ્રુઆરી મહિનામાં માર્શલ સાથે લગ્ન થયા છે. લગ્નના ચાર દિવસ બાદ જ પતિએ દારૂ પી ઝઘડા કરવાનું ચાલુ કરી દીધું હતું. આ મુદ્દે સાસુ-સસરાને વાત કરતા તેઓ પણ પતિનું ઉપરાણું લેતા હતા. લગ્નને થોડો જ સમય થયો હોય પિયરમાં આ વાત કોઇને કરી ન હતી. સાસુ કહેતા કે, મારો દીકરો દારૂ પીવે છે. તારે સવારે તે ઊઠે ત્યારે તેને પથારીમાં બ્રશ આપવાનું, સવારે લીંબુ પાણી આપવાનું એટલે નશો ઉતરી જાય તેમ કહી ઉપરાણું લેતા હતા.

લગ્ન બાદ બંને મુંબઇ ફરવા ગયા હતા. જ્યાં દારૂ પીવાની ટેવ ધરાવતા પતિ માર્શલ પોતાને તેની સાથે બારમાં લઇ ગયા હતા. અહીં પતિએ દારૂના નશામાં બાર ડાન્સરને રૂ.1.70 લાખની ટિપ આપી હતી. જેથી આટલી બધી ટિપ ન આપવાનું કહેતા પતિએ પોતાની સાથે ઝઘડો કરી હોટેલમાંથી કાઢી મૂકી હતી. જેથી પોતે આખી રાત મુંબઇના એરપોર્ટ પર બેસી રહી હતી. બાદમાં મહામહેનતે પોતે જામનગર પરત આવી હતી. પતિના કૃત્યની માતા-પિતાને વાત કરતા તેઓ જામનગર આવ્યા હતા અને બંન્ને વચ્ચે સમાધાન કરાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.