માંગરોળનાં શ્રેષ્ઠ મહિલા શિક્ષક અને ભાજપનાં સક્રિય સદસ્ય ઉષાબહેન જે. પીઠડીયાનું નારી સન્માન. - At This Time

માંગરોળનાં શ્રેષ્ઠ મહિલા શિક્ષક અને ભાજપનાં સક્રિય સદસ્ય ઉષાબહેન જે. પીઠડીયાનું નારી સન્માન.


માંગરોળ શ્રી ગોપાલકૃષ્ણ ગૌશાળા અને ભારતીય જનતા પાર્ટી સંયુક્ત ઉપક્રમે
વિશ્વ મહિલા દિન-૨૦૨૪ના ઉપલક્ષમાં યોજિત "સન્માનનીય નારી ગૌરવ" પ્રોગ્રામમાં માંગરોળનાં શ્રેષ્ઠ મહિલા શિક્ષક અને ૧૯૮૫ થી ભાજપનાં સક્રિય સદસ્ય એવા ઉષાબહેન જે. પીઠડીયાનું પ્રશસ્તી પૂષ્પમથી અને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું., શ્રી ગોપાલ કૃષ્ણ ગૌશાળા અને માંગરોળ શહેર ભાજપ પ્રમુખ લીનેશ એન. સોમૈયા સ્થાનેથી આ સન્માન પત્ર એનાયત કરાયુ હતુ.

માંગરોળમાં છેલ્લા ૨૫ વષૅથી શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા ઉષાબેહન પીઠડીયાનાં માગદશૅન હેઠળ અનેક વિદ્યાર્થીઓ ડોકટર, એન્જિનિયર,શિક્ષક તથા અલગ ક્ષેત્રે ઘણા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવીને સારા પદપર કાર્યરત છે.ઉષાબેન પીઠડિયાએ રાજકીય ક્ષેત્ર ૧૯૮૫ સાલથી માંગરોળ માં ભારતીય જનતા પાર્ટી સતત સક્રિય સભ્ય તરીકે માંગરોળ બહારકોટ વિસ્તારમાં મહિલાઓમાં રાજકીય જાગૃતિ ફેલાવિ મહિલાઓ ને રાજકિય ક્ષેત્રે જોડી છે. તેમજ માંગરોળ અલગ સાંસ્કૃતિક સામાજિક ક્રાયૅકમોમાં નિર્ણાયક તરીકે ભુમિકા ભજવી છે. આમ એક મહિલા ઘરની ગૃહિણી ઉપરાંત શિક્ષક, રાજકિય ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે બેવળી ભૂમિકા ભજવી માંગરોળ ગૌરવ વધાર્યું છે.

રિપોર્ટર સુદીપ ગઢીયા
9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.