ધંધુકા બરવાળા હાઇવે પર સર્જાયો ગંભીર અકસ્માત - At This Time

ધંધુકા બરવાળા હાઇવે પર સર્જાયો ગંભીર અકસ્માત


એકનું ઘટના સ્થળ પર મોત અને ૨ ની હાલત ગંભીર

જેસીબી અને સ્વીફ્ટ કાર વચ્ચે સર્જાયો અકસ્માત

અકસ્માતમાં કારમાં સવાર ત્રણ માંથી એકનું ઘટના સ્થળ પર મોત અને બે અતી ગંભીર જાગ્રસ્ત

અકસ્માત સર્જાતા ધંધુકા બરવાળા હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે ધંધુકાની આરએમએસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

જ્યારે મૃતકને ધંધુકાની રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા

મૃતક અને ઇજાગ્રસ્તો એક જ પરિવારના સભ્યો

અકસ્માતમાં ધોલેરા તાલુકાના સોઢી ગામના 50 વર્ષીય ચંદુભાઈ કાળુભાઈ સરવૈયા નું ઘટના સ્થળ પર નીપજ્યું કમ કમાટી ભર્યું મોત

જ્યારે ધોલેરા તાલુકાના સોઢી ગામના 35 વર્ષીય લાલજીભાઈ મૂળજીભાઈ સરવૈયા ને તેમજ 37 વર્ષીય કાનજીભાઈ દેવજીભાઈ સરવૈયા બન્ને લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા ધંધુકા ની હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા

ઇજાગ્રસ્તો બંને પુરુષોની હાલત અતિ ગંભીર

હાઇવે પર ટ્રાફિક જામ સર્જાતા ધંધુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી

ધંધુકા પોલીસે ટ્રાફિક જામની સમસ્યા હલ કરી વાહનોની અવરજવર શરૂ કરાવી

કારમાં સવાર તમામ ત્રણ લોકો કોલારપુર ગામથી સોઢી ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે નડયો અકસ્માત

બન્ને વાહનો રોંગ સાઈડમાં અવરજવર કરતા અથડાયા હતા

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.