ગૃહમંત્રી હર્ષ સંઘવી કાલે રાજકોટમાં વેપાર–ઉધોગનાં પ્રશ્નોને રૂબરૂ સાંભળશે - At This Time

ગૃહમંત્રી હર્ષ સંઘવી કાલે રાજકોટમાં વેપાર–ઉધોગનાં પ્રશ્નોને રૂબરૂ સાંભળશે


રાજ્યનાં ગૃહમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે રાજકોટ આવી રહ્યા છે. વેપાર–ઉધોગને સ્પર્શતા પ્રશ્નોને રૂબરૂ સાંભળશે. આવતીકાલે બપોરે સરકિટ હાઉસ ખાતે આ મિટિંગ યોજાશે. જેમાં રાજકોટનાં ૩૦ વિવિધ એસોસિએશનનાં પ્રતિનિધિઓ પોતાનાં પ્રશ્નોને લઈ હાજર રહેશે.આ મુદે રાજકોટ ચેમ્બરનાં પ્રમુખ વી.પી.વૈષ્ણવે જણાવ્યું હતું કે, રાજકોટનાં વેપારીઓ કે ઉધોગકારેએ તેમનો માલ રો–મટિર્રિયલ કે પ્રોડકશન બહારનાં રાજયનાં ધંધાર્થીને મોકલ્યું હોય અને તેમનું પેમેન્ટ આવ્યું ન હોય અથવા તો અન્ય કોઈ પ્રશ્નો હોય તો તે ગૃહમંત્રી સમક્ષ રજૂ કરાશે.
ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી.વૈષ્ણવ તથા અન્ય હોદેદારોની ગુજરાત રાજયનાં ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાથે આવતીકાલ તા.૧૯ રવિવારના રોજ સરકીટ હાઉસ ખાતે વેપાર–ઉધોગકારોની ફરિયાદો અંગે ચર્ચા–વિચારણા અંગે મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે.
એસોસિએશનોના, વેપારીઓના રાજકોટ શહેર, જિલ્લા કે અન્ય રાજયોમાં રૂપિયા ફસાયેલ હોય અને તેનો નિકાલ ન આવેલ હોય તો આવી ફરિયાદોના નિકાલ માટે તેના આધાર પુરાવા સાથેના બધા ડોકયુમેન્ટ લઈ અરજદારે રૂબરૂ તા.૧૯ રવિવારના રોજ બપોરના ૨–૧૫ વાગ્યે, સરકીટ હાઉસ, ફલછાબ ચોક, રાજકોટ ખાતે અચુક હાજર રહેવું. જેથી તેની રજૂઆત મિટિંગમાં કરી શકાય અને તેનો નિકાલ લાવી શકાય તે ડોકયુમેન્ટની નકલ રાજકોટ ચેમ્બરને સાંજે ૭ વાગ્યા સુધીમાં રૂબરૂ અથવા તો વોટસએપ ૭૩૮૩૧૨૭૪૦૦ થી મોકલી આપવા અનુરોધ છે તેમ રાજકોટ ચેમ્બરની યાદીમાં જણાવેલ છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.