દિવ્યાંગ વિધાર્થિનીને માટે અલગથી પરીક્ષા કેન્દ્ર ઊભું કરાયું બોટાદ માં ધો.૧૨ ની એક જ વિધાર્થીની માટે શહેરની સાંદિપની વિધાલય ખાતે બનાવ્યું પરીક્ષા કેન્દ્ર - At This Time

દિવ્યાંગ વિધાર્થિનીને માટે અલગથી પરીક્ષા કેન્દ્ર ઊભું કરાયું બોટાદ માં ધો.૧૨ ની એક જ વિધાર્થીની માટે શહેરની સાંદિપની વિધાલય ખાતે બનાવ્યું પરીક્ષા કેન્દ્ર


બોટાદ વહીવટી તંત્ર દ્વારા ધોરણ ૧૨ ની એક વિધાર્થી ની માટે અલગથી પરીક્ષા કેન્દ્ર બનાવવામાં આવ્યું છે જિલ્લા શિક્ષણ અધિકારી એ જણાવ્યું હતું કે ધો૧૨ ની દિવ્યાંગ વિધાર્થીનીને સારી સુવિધા મળી રહે તે માટે તેવા હેતુથી બોર્ડ વિભાગ દ્વારા અલગ પરીક્ષા કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે સમગ્ર રાજ્યમાં ગઇકાલથી ધોરણ ૧૦ -૧૨ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે બોટાદ શહેરમાં એક એવું પરીક્ષા કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે જ્યાં આખી શાળામા માત્ર એક જ વિધાર્થીની પરીક્ષા આપી રહી છે વહીવટી તંત્ર એ એક વિધાર્થી માટે પરીક્ષા કેન્દ્ર આપ્યું છે જેમાં ૫ જેટલા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ સુપરવાઇઝર સહિત ૧૦ જેટલા કર્મીઓ કેન્દ્ર પર ફરજ બજાવી રહ્યા છે બોટાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે બોટાદ જિલ્લામા માત્ર એક દિવ્યાંગ વિધાર્થીની હોવાથી તેમના માટે વહીવટી તંત્ર દ્વારા તેમને સારી સવલતો મળી રહે અને શાંતિપૂર્ણ પરીક્ષા આપી શકે તેવા આશ્રયથી બોર્ડ દ્વારા અલગથી પરીક્ષા કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.