ન્યુ જાગનાથ માંથી બે ચોરાઉ બાઈક સાથે નેપાળી શખ્સ પકડાયો - At This Time

ન્યુ જાગનાથ માંથી બે ચોરાઉ બાઈક સાથે નેપાળી શખ્સ પકડાયો


ન્યુ જાગનાથ સોસાયટીમાંથી બે ચોરાઉ બાઈક સાથે કરણ નેપાળી નામના શખ્સને રૂ।0 હજારના મુદ્દામાલ સાથે એ.ડીવીઝન પોલીસે દબોચી લીધો હતો.પ્રાપ્ત વિગત મુજબ, એ.ડીવીઝન પોલીસ મથકના પી.આઈ.કે.એન.ભુકણની રાહબરીમાંપી.એસ.આઈ.જી.એન.વાઘેલા,ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં. ત્યારે ન્યુ જાગનાથ સોસાયટી મહાકાળી મંદિરની પાછળથી ચોરાઉ બે બાઈક રૂ।0 હજારના મુદ્દામાલ સાથે કરણ સજ્જનસિંગ ટમટા (ઉ.વ.25) (રહે.ભગતસિંહ ગાર્ડન પાસે આર.એન.સી.આવાસ યોજના કવાર્ટર)ને દબોચી લીધો હતો.ઉલ્લેખનીય છે કે, આરોપીએ ગઈ તા.18ના જીલ્લા પંચાયત ચોક પાસે નીલ સંજયરાજ હોટલના પાર્કીંગ માંથી એક બાઈક ચોરી કર્યાનું કબુલ્યું હતું. જયારે ફરાર તપેન્દ્ર ઉર્ફે જગત રાનેદાસની શોધખોળ આદરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.