રાજકોટમાં પાડોશી પરિવાર વચ્ચે બઘડાટી પથ્થરમારો, વાહનોમાં તોડફોડ: ૬ લોકોને ઇજા - At This Time

રાજકોટમાં પાડોશી પરિવાર વચ્ચે બઘડાટી પથ્થરમારો, વાહનોમાં તોડફોડ: ૬ લોકોને ઇજા


શહેરના આજીડેમ ચોકડી પાસે આવેલા ભારતનગરમાં ઘર પાસે વાહન રાખવા બાબતે પાડોશમાં રહેતા બે પરિવારો વચ્ચે બઘડાટી બોલી હતી. જેમાં લાકડી અને ધોકા વડે હત્પમલો કરવામાં આવ્યો હતો તેમજ પથ્થરમારો કરી વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. આ મારામારીમાં મહિલા સહિત છ વ્યકિતને ઇજા પહોંચી હતી.આ મામલે પોલીસે સામસામી ફરિયાદના આધારે ૧૫ શખસો સામે રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
મારામારીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, આજીડેમ ચોકડી પાસે ભારતનગર મેઇન રોડ પર રહેતા ચંપાબેન કિશોરભાઈ લકુમ(બાવાજી)(ઉ.વ ૬૦) દ્રારા થોરાળા પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે અહીં પાડોશમાં રહેતા કાળુ રબારી, અશ્વિન રબારી, હિતેશ રબારી તથા તેની સાથેના ચાર અજાણ્યા શખસોના નામ આપ્યા છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ રાત્રિના ઘર પાસે શેરીમાં ઊભા હતા ત્યારે આરોપી કાળુ,અશ્વિન અને હિતેશે અહીં આવી ફરિયાદીના પરિવારનું માલવાહક વાહન ઘર બહાર રાખ્યું હોય તે બાબતે ગાળાગાળી કરી ફરિયાદીના પુત્ર સુખદેવ અને તેના પૌત્ર રામુભાઇ પર લાકડી અને ધોકા વડે હત્પમલો કર્યેા હતો. દરમિયાન બીજા ચાર અજાણ્યા શખસોએ ફરિયાદી ચંપાબેનને પણ ઢીકાપાટોનું મારમાર્યેા હતો. બાદમાં આ શખસે પથ્થરોના છૂટા ઘા કરી વાહનમાં નુકસાન કયુ હતું.આ મામલે મહિલાની ફરિયાદ પરથી પોલીસે આરોપીઓ સામે આઇપીસીની કલમ ૧૪૩,૧૪૪,૧૪૭, ૧૪૮ ૩૨૩, ૩૩૭, ૪૨૭, ૧૧૪ અને ૫૦૪ તથા જીપીએકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે. આ મામલે વધુ તપાસ પીએસઆઇ એન.બી.ડાંગર ચલાવી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.