સીતાગઢ ગામે કથળેલા શિક્ષણના મુદ્દા અંગે કંટાળેલા ગ્રામજનો દ્વારા આખરે તાળાબંધી કરાઈ. - At This Time

સીતાગઢ ગામે કથળેલા શિક્ષણના મુદ્દા અંગે કંટાળેલા ગ્રામજનો દ્વારા આખરે તાળાબંધી કરાઈ.


ગુજરાત સરકાર દ્વારા અનેક શાળાઓમાં શિક્ષણનું સ્તર ઉંચુ આવે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.જયારે સુરેન્દ્રનગર જિલ્લા નાં અનેક વિસ્તાર ની શાળાઓમાં શિક્ષકોની ઘટ જોવા મળે છે. જેમાં સાયલા તાલુકામાં આવેલું સીતાગઢ ગામે શિક્ષકોની ઘટ છેલ્લા ૧૦ વર્ષથી જોવા મળે છે. શિક્ષકોના ઘટના ખામી ને કારણે વારંવાર રજૂઆત કરવા છતાં પગલાં લેવામાં ન આવતાં નથી. જ્યારે ગ્રામજનો એકઠા થઈ અંતે સ્કૂલને તાળું મારી દેવાની ફરજ પડી છે. જેમાં 140 વિદ્યાર્થીઓ સામે આચાર્ય સહિત માત્ર ૪ જ શિક્ષક હોવાનું જણાવ્યું છે. આ મુદ્દા અંગે અગાઉના સમયમાં પણ ગ્રામજનો દ્વારા જિલ્લા તેમજ તાલુકા શિક્ષણ અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. બાળકોના વાલીઓ એ જણાવ્યું કે અમારે બાળકો ને બહાર ભણાવવા માટે મજબૂર થવું પડે છે. બાળકોને શિક્ષણની ભારે અસર પડી રહી છે. સીતાગઢ ગ્રામજનોની માંગ છે કે ઘટતાં શિક્ષકોની ભરતી કરવામાં આવે.અમારા પ્રશ્નોનુ નિરાકરણ લાવી સ્કૂલમાં શિક્ષકોની ભરતી કરે. ગ્રામજનો દ્વારા આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું છે કે કોઈ અધિકારીઓ આના પગલાં લેવામાં ન આવે તો આનાથી વધારે ઉગ્ર આંદોલન કરવા પડશે.
અહેવાલ,, જેસીંગભાઈ સારોલા (સાયલા)
બિઝનેસ પાર્ટનર.. રણજીતભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.