સુરેન્દ્રનગર લોકસભા કોંગ્રેસ ઉમેદવારનો પ્રથમ દિવસે જ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ. - At This Time

સુરેન્દ્રનગર લોકસભા કોંગ્રેસ ઉમેદવારનો પ્રથમ દિવસે જ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ.


કોંગ્રેસ ઉમેદવાર રૂત્વીજ મકવાણા પહોંચ્યા મતવિસ્તારના બોટાદ જિલ્લાના રાણપુર ખાતે.

રાણપુર ખાતે કોંગ્રેસ કાર્યકરો આગેવાનો અને સમર્થકોએ પુષ્પહાર કરી કર્યું સ્વાગત સન્માન.

કોંગ્રેસ ઉમેદવાર રૂત્વીજ મકવાણાએ ભાજપ પર કર્યા ગંભીર આક્ષેપો.

સ્પીચ માં કર્યા ગંભીર આક્ષેપો, ભાજપમાં બેઠેલા તમામ ડીલરો છે ડીલરો એટલે ગુજરાતીમાં દલાલ - સ્પીચ - 2:00.
ભાજપનો નાનો કે મોટો કાર્યકર ડીલ કરશે ટિકિટ આપીશું હોદ્દો આપીશું કામ આપીશું ગ્રાન્ટ આપીશું તેવી ડીલ કરશે - સ્પીચ - 1:30.

લોકસભા વિસ્તારના લોકોને જવાબદારી અને ભરોસા પર ખરા ઉતારવાની ખાત્રી આપી.

ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરા મૂળ કોંગ્રેસી ભાજપ પાસે પોતાના પક્ષનો સક્ષમ ઉમેદવાર નહીં હોવાથી કોંગ્રેસના આયાતી ઉમેદવાર લેવા પડ્યા - રૂત્વીજ મકવાણા.

ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરા આયાતી ઉમેદવાર - રૂત્વીજ મકવાણા.

ભાજપના મૂળભૂત કાર્યકરોની કિંમત ન રહેતા અકળાયેલા કાર્યકરો વિરોધ કરી રહ્યા છે - રૂત્વીજ મકવાણા.

ભાજપના સંગઠન કે ચૂંટાયેલી પાંખ માં કોઈનું કોઈ મહત્વ નથી રહ્યું માટે આંતરિક જે અસંતોષ છે તે સામાજિક સમીકરણના નામે બહાર આવી રહ્યો છે -રૂત્વીજ મકવાણા.

ભાજપના સ્ટેજ પર 60%મૂળ કોંગ્રેસીઓ દેખાય છે - રૂત્વીજ મકવાણા.

ભાજપના ચૂંટાયેલા સભ્યોમાં 60% મૂળભૂત કોંગ્રેસી ઉમેદવારો - રૂત્વીજ મકવાણા.

ચૂંટણી ભાજપ કે કોંગ્રેસ વચ્ચે નથી કાર્યકર્તાઓ અથવા તો નેતાઓ અને પ્રજા વચ્ચેની ચૂંટણી છે - રૂત્વીજ મકવાણા.

પ્રજા આ વખતે પોતાનો નિર્ણય પોતે કરવાના મૂડમાં હોય તેવો માહોલ છે - રૂત્વીજ મકવાણા.

સાબરકાંઠા, વડોદરા, આણંદ, રાજકોટ, પોરબંદર દરેક જગ્યાએ ભાજપે મનમાની કરી પેરાશુટ ઉમેદવારો ઉતારી સ્થાનિક સંગઠનને મર્યાદા બતાવી તમારી પાસે સ્થાનિક સક્ષમ ઉમેદવાર નથી એવું જાહેર કર્યું છે - રૂત્વીજ મકવાણા.

લોકસભા વિસ્તારના કુલ 5 જિલ્લા વિસ્તારમાં સ્થાનિક પ્રશ્નો વિસ્તારના અલગ અલગ છે જે સ્થાનિક મુદ્દાઓ ના આધારે ચુંટણી પ્રચાર - રૂત્વીજ મકવાણા.

ભાજપ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે ભવ્ય જીતનો આશાવાદ વ્યક્ત કરતા સુરેન્દ્રનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રૂત્વીજ મકવાણા એ આપી પ્રતિક્રિયા.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.