રાજકોટમાં 50 દિવસમાં 26 ઇંચ પાણી વરસ્યું, હજુ શનિ-રવિવાર સુધી ભારે વરસાદની આગાહી - At This Time

રાજકોટમાં 50 દિવસમાં 26 ઇંચ પાણી વરસ્યું, હજુ શનિ-રવિવાર સુધી ભારે વરસાદની આગાહી


સરેરાશ 35 ઇંચ વરસાદની જરૂરિયાત, ગુરુવારે દિવસભર ઝરમર, સાંજે એક કલાકમાં એક ઇંચ વરસ્યો

રાજકોટમાં શુક્રવારે સાંજે દિવસભર ઝરમર વરસાદ અને વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. સાંજના સમયે એક કલાકમાં એક ઇંચ વરસાદ વરસી ગયો હતો. હવામાન ખાતાના જણાવ્યાનુસાર હવે શનિ-રવિ સુધી ભારે વરસાદની આગાહી છે ત્યાં સુધી છૂટોછવાયો વરસાદ થશે. રાજકોટમાં સિઝનનો સરેરાશ 35 ઇંચ વરસાદ વરસતો હોય છે એની સામે રાજકોટમાં 50 દિવસમાં 26 ઇંચ વરસાદ વરસી ગયો છે. જ્યારે અત્યાર સુધી સૌરાષ્ટ્ર-કચ્છમાં સરેરાશ કરતા 118 ટકા વધુ વરસાદ પડી ગયો છે. ગુરુવારે રાજકોટમાં આખો દિવસ ઝરમર વરસાદ રહ્યો હતો સાંજે એક ઇંચ વરસાદ પડ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.