તમાકું નિયંત્રણ ટાસ્ક ફોર્સ-સ્કોર્ડ દ્વારા બોટાદ જિલ્લાના પાળિયાદ રોડ ખાતે આકસ્મિક ચેકિંગ અને રેડની કામગીરી
૨૧ સ્થળો પર આકસ્મિક ચેકિંગ હાથ ધરી ૧૪ જેટલા દુકાનધારકો પાસેથી રૂ.૨૧૪૦૦નો દંડ વસૂલાયો
રાષ્ટ્રીય તમાકું નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત કલેક્ટર ડો. જીન્સી રોય અને જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનીયાના માર્ગદર્શન અન્વયે બોટાદ જિલ્લામાં તમાકું નિયંત્રણ ટાસ્ક ફોર્સ સ્કોર્ડ દ્વારા આયોજનબદ્ધ કામગીરી કરવામાં આવી રહી છે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.બી.એ.ધોળકિયા,અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.બી.કે.વાગડિયા અને એપેડેમીક મેડીકલ ઓફીસર ડો.આર.આર.ચૌહાણની અધ્યક્ષતામાં બોટાદ જિલ્લામાં તમાકું કે તમાકુંની બનાવટનું બિન અધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમન માટે ટાસ્ક ફોર્સ સેલ કામગીરી કરી રહ્યું છે.તમાકું વિરોધી કાયદો “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ” (કોટપા-૨૦૦૩)નું સધન અમલીકરણ થાય તે હેતુથી બોટાદ જિલ્લામાં પાળિયાદ રોડ ખાતે તાલુકા ટાસ્ક ફોર્સ ટીમ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ અને રેડની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં તમાકું કે તમાકુંની બનાવટ વેંચતા નાના-મોટા વેપારીઓ,પાન-ગલ્લા પાર્લર વગેરે ૨૧ સ્થળો પર આકસ્મિક ચેકિંગ હાથ ધરી ૧૪ જેટલા દુકાનધારકો પાસેથી રૂ.૨૧૪૦૦ /-અંકે રૂપિયા એકવીસ હજાર ચાર સો રૂપિયા પુરા દંડ વસુલ કરવામાં આવ્યો હતો. “તમાકુંના સેવનથી કેન્સર થાય છે” તેવું સચિત્ર ચેતવણી અને શાળાની આજુ બાજુમાં તમાકું વેચાણ પ્રતિબંધિત જેવી બાબતો સાથે પાકા બીલ વગરની પરદેશી બનાવટની ઈમ્પોટેડ સિગારેટનું બિન અધિકૃત રીતે વેચાણ એ બાબતો આવરી લેવામાં આવી હતી આ કામગીરીમાં તાલુકા આરોગ્ય અધિકારી ડો.જયદીપ કણજરીયા, મેડીકલ ઓફિસર ડો.યક્ષ કાકડિયા, નગરપાલિકા બોટાદ શોપ ઇન્સ્પેક્ટરશ રાજુભાઈ ડેરૈયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટ પી.એ.પરમાર, ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર એ.જે.ચાવડા, એસ.ટી.ડેપો મેનેજર સાજિદભાઈ જોખિયા, સૈયદભાઈ ઝેડ.એ.,તાલુકા સુપરવાઈઝર મનીષભાઈ બાવળિયા દ્વારા આ કામગીરી ખૂબ જ ચોક્કસાઈપૂર્વક કરવામાં આવી હતી.
બોટાદ બ્યુરો :ચિંતન વાગડીયા
મો: ૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે
