*સાબરકાંઠા જિલ્લાના જીવવિજ્ઞાન શિક્ષક નમ્હેશ પટેલનું રાજ્યના 'શ્રેષ્ઠ શિક્ષક' તરીકે સન્માન - At This Time

*સાબરકાંઠા જિલ્લાના જીવવિજ્ઞાન શિક્ષક નમ્હેશ પટેલનું રાજ્યના ‘શ્રેષ્ઠ શિક્ષક’ તરીકે સન્માન


*સાબરકાંઠા જિલ્લાના જીવવિજ્ઞાન શિક્ષક નમ્હેશ પટેલનું રાજ્યના 'શ્રેષ્ઠ શિક્ષક' તરીકે સન્માન*

*રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ઉચ્ચતર માધ્યમિક કેડરમાં સમગ્ર રાજ્યમાંથી માત્ર એક શિક્ષકની 'શ્રેષ્ઠ શિક્ષક' તરીકે પસંદગી કરવામાં હતી જેમાં સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજની શેઠ પી.એન્ડ આર. હાઇસ્કૂલના ઉત્સાહી,ઇનોવેટીવ,પ્રવૃતિશીલ,નિષ્ઠાવાન અને કર્મનિષ્ઠ જીવવિજ્ઞાન વિષયના શિક્ષક શ્રી નમ્હેશ સી.પટેલનું પાંચમી સપ્ટેમ્બરે શિક્ષક દિનના અવસરે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્ર- ગાંધીનગર ખાતે આયોજીત 'શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ'માં રાજ્યના મહામહીમ રાજ્યપાલશ્રી ના હસ્તે શાલ,શિલ્ડ,સન્માનપત્ર અને રોકડ પુરસ્કાર આપી સન્માન કરવામાં આવ્યુ હતુ. તેમને સમગ્ર સાબરકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે.જિલ્લાને આ ગૌરવ અપાવવા બદલ 'અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ' ખૂબ-ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે.*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.